મુંબઈમાં કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યું વૃદ્ધ દંપતી, પાડોશીઓએ ઉમળકાભેર કર્યું સ્વાગત

મુંબઈમાં કોરોનાથી સંક્રમિત વૃદ્ધ દંપતી ઠીક થઈ ગયું તો તેમણે રાહતનો શ્વાસ લીધો પરંતુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે તેમને મનમાં આશંકા હતી કે પાડાશીઓ તેમની સાથે કેવું વર્તન કરશે? કારણ કે કોરોનાનાં દર્દીઓ સાથે તેમના સંબંધીઓ અને પાડોશીઓ દુર્વ્યવહાર કરી રહ્યા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે, તેથી આ વૃદ્ધ દંપતીના મનમાં પણ આવા જ સવાલ થઈ રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો આશ્ચર્યચકિત થઈ ગયા. પાડોશીઓએ તેમના માટે આખી સોસાયટી શણગારી હતી અને દંપતી ઘરે આવતા જ તેને ગુડી પડવાની શુભેચ્છા આપી.

70 વર્ષના વૃદ્ધ પોતાની 68 વર્ષની પત્ની સાથે મંગળવારે કસ્તૂરબા હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં બેસીને ઘરે પહોંચ્યા. દવાની આડઅસરના કારણે તેમના પત્નીમાં નબળાઈ આવી ગઈ હતી, તેવામાં વૃદ્ધ પતિને ચિંતા હતી કે તેને એપાર્ટમેન્ટના બીજા માળ સુધી પહોંચાડશે કેવી રીતે. તેનાથી પણ વધારે ચિંતા એ વાતની હતી કે પાડોશીઓ તેમની સાથે કેવું વર્તન કરશે.

પાડોશીઓએ તૈયાર કર્યું લંચ-ડિનર

પાડોશીઓએ કરેલા સ્વાગતથી વૃદ્ધ ભાવુક થઈ ગયા. તેમણે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ‘તેમણે અમને સુખદ આશ્ચર્ય આપ્યું. તેમણે અમારા માટે મંગળવારે રાત્રે ડિનર બનાવ્યું. બીજા દિવસે બપોરે પણ જમવાનું આપી ગયા. અમે ઘરે પરત ફરીને ખુશ છીએ’. આ દંપતી દુબઈ ટ્રિપ પર ગયું હતું. 11 માર્ચે બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

દરેક શક્ય મદદનું આપ્યું વચન

બુધવારે સવારે વોર્ડ ઓફિસના સભ્ય દંપતીના ઘરે આવ્યા હતા અને સેનિટાઈઝ કર્યું હતું. તેમણે દંપતીને દરેક શક્ય મદદ કરવાનું વચન આપ્યું. જો કે સૌથી મોટી ચિંતા એ છે કે લોકડાઉન દરમિયાન શાકભાજી અને ફળ કેવી રીતે લેવા. તેમણે જણાવ્યું કે, ‘બહાર લાંબી લાઈનો લાગી છે અને અમે 14 દિવસ સુધી બહાર નહીં નીકળી શકીએ’.

‘કોરોના સંક્રમણની જાણ થતાં જ કર્યો દુર્વ્યવહાર’

ઘાટકોપર સ્લમમાં રહેતી એક કોરોના સંક્રમિત 68 વર્ષીય મહિલાના દીકરાને પણ પાડોશીઓના વ્યવહારને લઈને મનમાં ડર હતો કારણ કે માતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પાડોશીઓ આભડછેટ જેવું વર્તન કરી રહ્યા હતા. પરંતુ મંગળવારે જ્યારે તેની માતા પરત આવી અને પાડોશીઓને રિપોર્ટ દેખાડ્યો તો બધું ઠીક થઈ ગયું.

BMCના સહયોગથી લોકો ખુશ

આ જ રીતે ઉલ્હાસનગરમાં 49 વર્ષીય એક મહિલા અને તેનો ભાઈ પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા. તેઓ ઘર આવતા પરિવારજનો તો ઠીક પરંતુ પાડોશીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને ખુશ જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો