મોતનો મલાજો પણ ન જળવાયો: CDS જનરલ બિપિન રાવતના નિધન પર વિવાદિત ટિપ્પણી કરનાર અમરેલીના શખ્સની ધરપકડ કરવામાં આવી

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. તમિલનાડુંના કુન્નુરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમાં CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોનું નિધન થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ઘણા વિશેષજ્ઞોએ આ ત્રાસદી ભરી ઘટના પર પોત પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જો કે, આ ઘટનાને લઈને આખો દેશ ગમમાં ડુબેલો છે. લોકો તમામ જવાનોને સેલ્યૂટ કરી રહ્યા છે. આજે સંસદમાં પણ રાજનાથ સિંહે આ આખી ઘટનાને લઈને વિગત વાર માહિતી આપી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આજનો આ જમાનો સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ રીતે પોત-પોતાનો વિચારો શેર કરતા હોય છે. જેને લઈને ઘણીવાર અતિશયોક્તિ પણ થતી હોય છે. જેમાં લોકો ભાન ભૂલી જતાં હોય છે. શું લખવું, શું ન લખવું, કોના વિશે ક્યારે કેવું લખાય તેની સમજણના અભાવ ઘણી વાર મોટી મુશ્કેલીઓને નોતરી લેતા હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે.

હજૂ ગત રોજ હેલીકોપ્ટર ક્રેશ ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત સહિત તેમના પત્ની અને અન્ય 11 લોકોના મોત થયા છે. દેશમાં ગમમાં ડૂબેલો છે. ત્યારે રાજકીય કિન્નાખોરી ધરાવતા લોકો મોતનો પણ મલાજો જાળવતા નથી.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના શિવા આહિર નામના શખ્સે જનરલ બિપિન રાવત સાથે ઘટેલી હેલિકોપ્ટર દુર્ઘટના પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ ગત રાત્રે જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો.

આ ઘટના બની તે બાદ ભેરાઈ ગામના માજી સરપંચ એવા શિવાભાઈ આહીર નામના શખ્સે ફેસબુક પર એક પોસ્ટ મુકી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, પુલવામાં દ્રોહી મનોહર પાર્રિકર બાદ સેનાપ્રમુખ બિપિન રાવતનો વારો આવ્યો, અને હવે અજીત ડોભાલનો વારો આવશે. આવું લખતાની સાથે તેમણે હસવાનું ઈમોજી પણ સાથે ચિપકાવ્યું હતું. સ્વ. મનોહર પાર્રિકર દેશના સંરક્ષણપદે હતા, બિપિન રાવત સેના પ્રમુખ હતા, જ્યારે અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. આમ આ રીતે દેશના ટોચના સ્થાને બિરાજેલા વ્યક્તિઓ વિશે પુરતા પુરાવા વિના માત્ર રાજકીય અદાવત રાખીને ફોરવર્ડ કરાતા નિમ્ન કક્ષાની હરકત કરી છે.

શિવા આહીરે કરેલી આ પ્રકારની પોસ્ટ બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. લોકોએ તેને ફોન કરીને ઉધડો લેવાનું શરૂ કરતા તેણે પોતાના ફોન સ્વિચઓફ કરી દીધા હતા. ઘણા લોકો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ પોસ્ટ ટૈગ કરી એક્શન લેવા જણાવી રહ્યા છે, ત્યારે હવે વિગતો મળી રહી છે કે, શિવા આહીરની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો