આ દાળના સેવનથી પેટથી લઇને હ્રદય સુધીની બિમારીઓથી રહેશે દુર, આ દાળ ખાવાથી થશે આટલા બધા ફાયદા
મસુર દાળ અનેક પોષક તત્ત્વોથી ભરેલી છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, એમિનો એસિડ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી વાઇરલ ગુણ હોય છે. તેને ભાત કે રોટલી સાથે ખાઇ શકાય છે. પ્રોટીનનો ઉચિત સ્ત્રોત હોવાથી તેનાં સેવનથી પ્રોટીનની કમી પૂરી થાય છે. તે પેટથી લઇને દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે પણ તેનું સેવન ફાયદાકારક છે.
મસૂરની દાળ ખાવાથી થશે આ ફાયદા
હ્રદયને રાખે સ્વસ્થ
ખાવામાં એકદમ હળવી ફૂલ હોવાથી મસુરની દાળ શરીરનો સારી રીતે વિકાસ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહે છે. આવા સંજોગોમાં દિલ સંબંધિત રોગોનો ખતરો ઘટે છે.
મસુર દાળનું સેવન કરવાથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે. આવા સંજોગોમાં મગજનો સારી રીતે વિકાસ થવાની સાથે તેની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઘટે છે.
વજન ઘટાડે
જે લોકોને વજન વધવાનુ ટેન્શન હોય આ ઉપરાંત જે વ્યક્તિ વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે આ દાળનુ સેવન અચૂક કરવુ જોઇએ. તેનાં સેવનથી ખાવાનું પચવામાં મદદ મળે છે. સાથે સાથે પેટ અને કમર પર જમા ચરબી પણ ઘટે છે.
કબજિયાતથી છુટકારો
હેવી કે જંક ફૂડ ખાવાથી કબજિયાતની પરેશાનીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં ફાઇબરથી ભરપૂર મસુર દાળનાં સેવનથી કબજિયાતની પરેશાનીથી રાહત મળે છે. તે પાચનતંત્રને મજબૂત કરીને અપચો, એસિડીટી, પેટ દર્દ મટાડે છે.
બ્લડ શુગર નિયંત્રિત રહે છે
ડાયાબિટીસના દર્દીઓએ મસુર દાળ પોતાના ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઇએ. તેમાં ફાઇબર, એન્ટી ઓક્સિડન્ટ વધુ માત્રામાં હોવાના લીધે શુગર વધવા કે ઘટવાની પરેશાનીમાંથી રાહત મળે છે.
ઇમ્યુનિટી વધારે
પોષક તત્ત્વોથી ભરપૂર હોવાના કારણે મસુર દાળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે તેમજ થાક અને કમજોરી દૂર કરે છે અને શરીર આખો દિવસ ચુસ્ત દુરસ્ત રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..