માનવતા મરી નથી ગઈ, કોન્સ્ટેબલ ઘાયલ દર્દીને ઉઠાવી દોઢ કિલોમીટર દોડ્યો અને જીવ બચાવ્યો

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં પોલીસના એક સિપાહીએ યાત્રી ગાડીમાંથી પડી ગયેલા યુવકને ખભા પર નાખીને દોઢ કિલોમીટરનું અંતર કાપ્યું અને સમયસર હોસ્પિટલ પહોંચાડીને તે ઘાયલ યુવકનો જીવ બચાવ્યો. ઘાયલ વ્યક્તિનો જીવ બચાવનાર આ પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે.

યુવકને પોલીસકર્મીએ તેના ખભા પર નાખ્યો, જુઓ VIDEO

આ ઘટના હોશંગાબાદ જિલ્લાના શિવપુર થાણા ક્ષેત્રની છે, જ્યાં શનિવારે એક યાત્રી યાત્રા દરમિયાન ચાલતી ગાડીમાંથી પડી ગયો, આ ઘટનાની સૂચના ભોપાલના ડાયલ 100 પર આપવામાં આવી. સૂચનાના આધારે પોલીસકર્મી પૂનમ બિલ્લોરે અને ડાયલ 100 ગાડીના ડ્રાઈવર રાહુલ સાકલ્લે ઘટનાસ્થળ પર પહોંચ્યા. ઈજાગ્રસ્ત યુવક યાત્રીની હાલત જોઈને તેઓને લાગ્યું કે અહીંસુધી એમ્બ્યુલન્સ આવે તે શક્ય નથી. આ સ્થિતિમાં પોલીસકર્મી પૂનમે સમયનો બગાડ કર્યા વિના ઘાયલ યુવકને તેના ખભા પર નાખ્યો અને ગાડી તરફ દોડવા લાગ્યો.

પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે

ઘટનાસ્થળથી ઘાયલ યુવક અજીતને ખભા પર નાખીને પોલીસકર્મી ભોપાલની હોસ્પિટલ લઈને આવ્યો, ત્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને ખભા પર નાખીને 1.5 કિમીસુધી દોડનાર પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે અને તેને પુરસ્કૃત કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

ઘાયલ યુવકની ઓળખ થતા ખબર પડી કે અજીત શિવશંકર ઉંમર 20 વર્ષીયના રૂપે થઈ છે. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી તેને સિવની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. પ્રારંભિક ઉપચાર આપ્યા બાદ ભોપાલ રેફર કરવામાં આવ્યો છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો