લાવારિસ પડેલું હતું નવજાત, શરીર પર ચોંટી ગઈ હતી અનેક કીડીઓ, પોલીસ કોન્સ્ટેબલે રજૂ કર્યું મમતાનું ઉદાહરણ

ફુટપાથ પર ત્યજી દેવાયેલી માત્ર એક દિવસની બાળકીને ત્યારે જીવનદાન મળ્યું, જ્યારે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના માટે મા બનીને આવી ગઈ અને તેને સ્તનપાન કરાવ્યું. આ બાળકી જ્યારે ફુટપાથ પરથી મળી ત્યારે તેના શરીર પર કિડીઓ ચોંટી ગઈ હતી, અને તે રડી રહી હતી.

ઠંડીમાં બાળકી ઉઘાડી પડી હતી

– બેંગલોરના એક વિસ્તારમાં સખત ઠંડીમાં આ બાળકીને કંઈ ઓઢાડ્યા વગર જ તરછોડીને જતું રહ્યું હતું.
– ઠંડીને કારણે બાળકી ધ્રુજી રહી હતી, અને કીડીઓના ડંખને કારણે તે પીડાથી રડી પણ રહી હતી.
– લાવરિસ બાળકી મળ્યાનો મેસેજ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાંથી તેને હોસ્પિટલ લઈ જવાઈ.
– જોકે, દૂધ ન મળવાને કારણે બાળકી સતત રડી રહી હતી.

મહિલા કોન્સ્ટેબલ મા બનીને આવી

– બાળકીને ફોર્મ્યુલા મિલ્ક ઉપરાંત બાટલો ચઢાવી તેના શરીરમાં પ્રવાહી અપાયું હતું.
– જોકે, જ્યારે કોન્સ્ટેબલ સંગીતા હોસ્પિટલમાં ડ્યૂટી પર આવી, ત્યારે બાળકીની હાલત જોઈને તેનું દિલ દ્રવી ઉઠ્યું હતું.
– થોડા સમય પહેલા જ એક બાળકીની મા બનેલી સંગીતાને આ ત્યજાયેલી બાળકી જોઈ પોતાની દીકરીની યાદ આવી ગઈ હતી

શરીર પર કીડીના અસંખ્ય ડંખ

– તેણે ડોક્ટર પાસેથી પરમિશન લીધી અને હોસ્પિટલમાં જ બાળકીને દૂધ પીવડાવવાનું અને તેનું ધ્યાન રાખવાનું શરુ કરી દીધું.
– બાળકી ખૂબ સ્વસ્થ દેખાતી હતી, પરંતુ શરીર પર કીડીઓએ તેને અસંખ્ય ડંખ માર્યા હતા.
– આ બાળકીને પોતાનું દૂધ પીવડાવનારી સંગીતા આટલી સુંદર બેબીને કોઈ કઈ રીતે ફુટપાથ પર ત્યજીને જઈ શકે તે વિચારીને હેરાન છે.

ઈન્ફેક્શન લાગવાનો ખતરો

– બાળકીની સારવાર કરનારા ડો. આસ્મા તબસ્સુમે જણાવ્યું હતું કે, ઠંડીમાં બાળકીને ઉઘાડી છોડી દેવાઈ હોવાથી તેનું શરીર ઠંડુ પડી ગયું હતું. તેને ઈન્ફેક્શન લાગી જવાની પણ શક્યતા હતી. તેવામાં તેને સંગીતાએ પોતાનું દૂધ પીવડાવી ખૂબ મોટી મદદ કરી છે.
– હાલ આ બાળકીની સારવાર ચાલી રહી છે, અને તેની હાલત સારી છે. જોકે, તેને ઈન્ફેક્શનનું જોખમ છે.
– ડોક્ટરોનું કહેવું છે કે, આ બાળકીને જન્મે માંડ 12 કલાક થયા હશે, ત્યારે જ તેને ત્યજી દેવાઈ હશે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો