ધોરાજીના MLA લલિત વસોયાએ સરકારને આડેહાથ લીધી: ‘ગુજરાતની માયકાંગલી સરકારની પોલીસ તંત્ર પર કોઈ પકડ નહીં’

રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રૂપિયાની વસૂલી કરવા અને જમીનોની લે-વેચના સોદામાં સમાધાનરૂપે હપ્તા વસૂલી કરવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ રાજકારણ ગરમાયું છે. હાલ આ સમગ્ર મામલે DIG વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ સમગ્ર મામલે સરકારને આડેહાથ લીધી છે.

ધોરાજી-ઉપલેટાથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, રાજકોટ પોલીસ કમિશનર ખંડણી ઉઘરાવે અને પૈસા લઈને ગુંડાઓ જેવું કામ કરી રહ્યાં છે. ખુદ ભાજપના ધારાસભ્ય, રાજ્યસભાના સાંસદ અને વર્તમાન સરકારના મંત્રીઓ જ આવા આક્ષેપ કરી રહ્યાં છે. આથી આવા કેસોમાં તટસ્થ તપાસ થવી જોઈએ.

લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે અમારી પાર્ટી ધરણાનો કાર્યક્રમ કરે, ત્યારે ગુજરાત પોલીસ સરકારનો હાથો બનીને કોંગ્રેસ અને પ્રજાનો અવાજ દબાવવા માટે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરે, તે શરમજનક બાબત છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર માયકાંગલી છે અને તેની પોલીસ પર કોઈ પકડ નથી. સરકારની મીઠી નજર હેઠળ સરકારી તંત્રના અધિકારીઓ બેફામ બન્યા છે. પોલીસ અધિકારીઓ અસામાજિક તત્વો પાસેથી મોટા તોડ કરીને સામાન્ય નાગરિકોને પરેશાન કરી રહ્યાં છે. રાજકોટ પોલીસ કમિશનરના દાખલા ઉપરથી સમગ્ર ગુજરાતની પોલીસ અને રેવન્યૂ વિભાગની શું સ્થિતિ છે? તે ઉજાગર થાય છે.

આ મુદ્દે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્રનો આ શરમજનક કિસ્સો ઉજાગર કરવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે. આટલું જ નહીં, વિધાનસભાની અંદર પણ આ મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો