ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું- ‘ભાજપ પાટીદારોને ખુશ કરવા પટેલને લાવ્યા, બધો ઠેકો તો સુરતના ડોને લઈ રાખ્યો છે’
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની સુરતના પુણા વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જીભ લપસી હતી. લોકોની સભા સંબોધતા આડ કતરી રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “પાટીદાર સમાજને ખુશ કરવો છે તો પટેલને લાવ્યા. અને પુરો ઠેકો તો તમારા આ સુરતના ડોને લઈ રાખ્યો છે.” માત્ર એટલું જ નહીં, તેમણે રજવાડા એકત્ર કરવાના મુદ્દે વલ્લભભાઈ પટેલને બદલે વિઠ્ઠલભાઈ પટેલ(સરદારના ભાઈ)નું નામ લઈ લીધું હતું. જો કે બાદમાં ભૂલ સુધારી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
‘પુરો ઠેકો તો તમારા આ સુરતના ડોને લઈ રાખ્યો’
રઘુ શર્માએ સભાને સંબોધન કરતા કહ્યું કે, 2017માં સરકાર બનાવી હતીને તમે? ભાજપની બની હતી. 4 વર્ષ વિજય રૂપાણી ચીફ મિનિસ્ટર, નીતિન પટેલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અરેભાઈ સરકારનો કાર્યકાળ તો 5 વર્ષનો હોય છે. હવે ચૂંટણીના સમયે સો સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી. 4 વર્ષ બાદ તમને યાદ આવ્યું કે, આ ચહેરાથી ચૂંટણી જીતી શકાય નહીં, બધાને ઘરે બેસાડ્યા. નવા ચહેરા લાવ્યા, પાટીદાર સમાજને ખુશ કરવો છે તો પટેલને લાવ્યા. અને પુરો ઠેકો તો તમારા આ સુરતના ડોને લઈ રાખ્યો છે. જો આવી હાલતમાં ગુજરાત ચાલશે?માફ કરજો આ વિઠ્ઠલભાઈ પટેલની ધરતી છે, 500 રજવાડાનું એકીકરણ કર્યું વિઠ્ઠલભાઈ પટેલે કર્યું છે, સોરી વલ્લભભાઈ પટેલે કર્યું. સ્લીપ ઓફ ટંગ થયું.
રઘુ શર્માના આ નિવેદન બાદ થોડા સમય માટે ઉપસ્થિત તમામ કોંગ્રેસના નેતાઓ અને હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રઘુ શર્માએ નામ લીધા વિના જ સુરતનો ડોન કહેતા ઉપસ્થિત તમામ લોકો તેમનો ઇશારો સમજી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ સભામાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ હાજર હતા.
રઘુ શર્માએ પાટીલને ઘરમાં જ પડકાર્યા?
આમ રઘુ શર્મા સી.આર.પાટીલને તેમના ઘરમાં જ પડકાર ફેંકતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરત શહેરના હોવાથી રઘુ શર્માએ ભાજપમાં થતા ઉલટફેર માટે સી.આર.પાટીલ તરફ ઈશારો કર્યો હતો. તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ નિવેદન અંગે કોંગ્રેસ જ નહીં ભાજપમાં પણ ગણગણાટ શરૂ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..