કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક! કોંગી સાંસદ વિવેક તન્ખાએ કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે બિલ રજૂ કર્યું
કોંગ્રેસ સાંસદ વિવેક તન્ખાએ રાજ્યસભામાં એક વિધેયક રજૂ કર્યું છે. જેના વિશે તર્ક આપતાં તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમને સાથે થયેલા અન્યાયને દૂર કરવા માટે અનેક વર્ષોથી ઓછા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ બિલ થકી કાશ્મીરી પંડિતોને આર્થિક, સામાજિક અને રાજનીતિક પુનર્વાસ આપવાની જોગવાઈ છે.
આ બિલ સાથે જ તેમણે માગ રાખી છે, જેમાં કાશ્મીરી પંડિતોને અલ્પસંખ્યકનો દરજ્જો, ઘાટીમાં તમામ ઘટનાઓનું શ્વેતપત્ર રજૂ કરવા સહિત વિવિધ માંગની રજૂઆત કરવામાં આવી છે.
આ સાથે જ કાશ્મીરમાં મંદિરના જીણોદ્વાર કરવા અને કાશ્મીરી પંડિતોની સુરક્ષા અને વળતર આપવાની જોગવાઈ છે. આ બિલની સૌથી મોટી વાત એ છે કે, તેમાં કાશ્મીરી પંડિતોના જીનોસાઈડની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે.
આ સાથે જ બિલમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સલાહકાર સમિતિના પરામર્શથી પરિસીમન કરે. જેથી પંચાયત, વિધાનસભા અને સંસદમાં કાશ્મીરી પંડિત સમાજનું રાજનીતિક પ્રતિનિધિત્વ વધારી શકાય. આ સિવાય તમામ પ્રવાસી કાશ્મીરી પંડિતોના નામ મતદાતા તરીકે જોડવા સાથે તમામ ચૂંટણીમાં તેમના માટે બેઠકો રિઝર્વ રાખવાની વાત કરવામાં આવી છે.
રાજ્યસભામાં બિલ પર થશે ચર્ચા
આ બિલને લઈને હવે રાજ્યસભાના અધ્યક્ષને ચર્ચા કરાવવાની રહેશે. જો આ બિલ રાજ્યસભા અને લોકસભા બન્નેમાં પાસ થઈ જાય છે, તો કાશ્મીરી પંડિતોના પુર્નર્વસન માટે કાયદો બની જશે.
રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો, વિવેક તન્ખા દ્વારા રજૂ કરવામાં આવેલું આ બિલ કોંગ્રેસ માટે ટ્રમ્પ કાર્ડ માનવામાં આવે છે, કારણ કે સંસદમાં બહુમત સાથે બેઠેલ ભાજપ આ બિલને કાયદાનું સ્વરૂપ આપતી નથી, તો તે કાશ્મીરી પંડિતો માટે ગરમાયેલા મુદ્દા પર ખુદ કઠેડામાં આવી જશે. રાજનીતિના જાણકાર કહે છે કે, કોંગ્રેસે આ બિલ રજૂ કરીને ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.
બિલ વિશે વિવેક તન્ખા પહેલા જ જણાવી ચૂક્યા હતા
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રદેશના કાશ્મીરી પંડિતોને અપીલ કરી હતી કે, જો તેઓ કાશ્મીર જવા માંગે છે, તો સરકાર તેમની મદદ કરશે. રાજ્ય સરકાર તેમને ત્યાં વસવાટ કરવા માટે વ્યવસ્થા કરી આપશે. નરેત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, સરકાર કાશ્મીરી વિસ્થાપિતોની સાથે જ છે. આ મામલે રાજનીતિ ના થવી જોઈએ. આ એક સંવેદનશીલ મામલો છે.
જો કે નરોત્તમ મિશ્રાની આ પહેલનો કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાએ સ્વાગત કર્યું હતું. તેમણે પલટવાર કરતાં કહ્યું હતું કે, એ સમયે તન્ખાએ કહ્યું હતું કે, તેઓ આ મામલે એક બિલ લાવી રહ્યાં છે. જે એક એપ્રિલના રોજ સંસદમાં ટેબલ પર રજૂ કરવામાં આવશે. આ માટે તેમને તમામ પાર્ટીઓનું સમર્થન માંગ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..