હાથ જોડવા, પગ પકડવા ભાજપનું કામ છે, ‘જેને ભાજપમાં જવું હોય તે જાય, 2022ની ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે 3 દિવસના પોતાના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીએ દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરી હતી. જે બાદ કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લેતા આકરા પ્રહાર કર્યાં હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગુજરાત આવું છું, ત્યારે સારુ લાગે છે. દર વખતે કંઈક નવું શીખવા મળે છે. ગુજરાતીઓ કંઈક યુનિક કામ કરે છે. કોંગ્રેસ પક્ષનો જન્મ પણ ગુજરાતથી જ થયો છે. કોંગ્રેસની વિચારધારાને આગળ લાવવા માટે ગાંધીજીએ મહત્ત્વનું કામ કર્યું. મારા દાદા પણ ગાંધીજી સાથે કામ કરતાં હતા. 2022ની ચૂંટણી અંગે બોલતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે, આ ચૂંટણીમાં કોઈ સમસ્યા છે જ નહીં. આવનારી ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે, તમે તે માની નથી શકતા.
કોરોના મહામારી અંગે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાથી અસંખ્યા લોકો મોતને ભેટ્યા છે. ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે, પરંતુ ગુજરાત મોડલમાં બેડ અને ઑક્સિજન સિલિન્ડર કેમ ના મળ્યા? ગુજરાતની તાકાત તેના નાના અને મધ્યમ ઉદ્યોગો હતા, પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે નાના ઉદ્યોગોને ખતમ કરી દીધા છે. માત્ર 4-5 લોકો ગુજરાત ચલાવે છે.
પક્ષ પલટો કરનારા લોકોને ટોણો મારતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ગુજરાતમાં તોફાન લાવવા માટે મારે 25-30 વ્યક્તિની જ જરૂર છે. ખાલી આપણે 25 લોકો મન બનાવી લઈએ, તો ભાજપનો સફાયો થઈ શકે છે. આ ભીડમાંથી એવા 25 વ્યક્તિ જ શોધવાના છે. હું સ્ટેજ પરથી કહું છું, કોઈને હાથ જોડવા કે પગ પકડવાનું કામ આપણું નથી જ, એ કામ ભાજપનું છે. આથી જે વ્યક્તિ કામ કરે છે, તેને આગળ લઈ જાવ અને જે કામ ના કરતાં હોય, તેને પાછળ મૂકી દો.
લડાઈ પહેલા ક્યારેય હાર ના માનવી જોઈએ. મારી એક જ માંગ છે કે, 10 ડિસેમ્બર પહેલા કોઈ પણ કોંગ્રેસ નેતા હાર નહીં માને. બસ મને વચન આપો, ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય હાર નહીં માને. જે એસીમાં બેસીને કામ કરે છે, તેને ભાજપને સોંપી દો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..