ઓડિશાના ગામથી નિકળીને UNમાં પહોંચનારી અર્ચના સોરેંગની કહાની: ઘરની સ્થિતિ સારી ન હતી, પિતાની છત્રછાયા પણ ન રહી, ધોરણ-12 સુધી અંગ્રેજી પણ આવડતુ ન હતું
ઓડિશાના એક નાના ગામમાંથી નિકળીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) સુધીની સફર કરનારી અર્ચના સોરેંગ વર્તમાન સમયમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ UN વડાએ તેમને ‘યૂથ એડવાઈઝરી ગ્રુપ ઓન ક્લાઈમેન્ટ ચેન્જ’માં સ્થાન આપ્યુ છે. તેમા કુલ સાત લોકો છે. જે પૈકી એક 24 વર્ષિય અર્ચનાનો પણ સમાવેશ થાય છે. તે ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) પર અનેક વર્ષોથી કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તે ઓડિશાના ખડિયા ટ્રાઈબલ કમ્યુનિટી સાથે સંકળાયેલી છે. તેણે પોતાના ગામ બિહાબંધની શાળામાં અભ્યાસ કર્યો હતો. બાદમાં ધોરણ-12 સુધી રાઉરકેલા અને ગ્રેજ્યુએશન પટનાની વૂમેન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS)થી રેગ્યુલેટરી ગવર્નેન્સનો અભ્યાસ કર્યો.
અર્ચના કહે છે કે મારો સંઘર્ષ એટલે કે મારા પરિવારનો સંઘર્ષ, આદિવાસી સમાજનો સંઘર્ષ. તેમની મદદથી જ હું અભ્યાસ કરી શકી છું. જો તેમણે આ સંઘર્ષ ન કર્યો હોત તો હું આ સ્તર સુધી પહોંચી શકી ન હોત. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે મારા દાદા-દાદી, નાના-નાની પાસે બે ટંક ભોજનની પણ વ્યવસ્થા ન હતી. વર્ષ 2017માં પિતાનું કેન્સરને લીધે મૃત્યુ થયું.અર્ચના કહે છે કે જ્યારે તમે નાના ગામમાંથી આવો છો ત્યારે પણ તમારે ખાસ કરીને આદિવાસી સમુદાયે સંઘર્ષ કરવો પડે છે. એવી ઘણી બાબત છે કે જેને નજર અંદાજ કરી આગળ વધવુ પડે છે. અનેક લોકોએ મને ઘણુ શીખવ્યુ છે. મને સારું અંગ્રેજી આવતુ ન હતુ, રાઉરકેલામાં પ્લસ ટૂ કરતી વખતે અંગ્રેજીમાં ઘણી મુશ્કેલી પડી હતી. અર્ચનાના મતે આદિવાસીઓના પરંપરાગત જ્ઞાન અને તેમની સંસ્કૃતિ, પર્યાવરણના રક્ષણ તથા કથળતા જળવાયુને લગતા સંકટમાંથી ઉભરી આવવા માટેનું માધ્યમ બનશે. તેમણે આ વિષય અંગે સંશોધન કર્યું છે, જેને UNએ તેમની પસંદગીનું માધ્યમ બનાવ્યુ છે.
બાળપણથી જ જંગલ, જમીન સાથે જોડાયેલા રહ્યા
અર્ચના બાળપણથી જંગલ અને જમીન સાથે જોડાયેલ છે. તે કહે છે કે મારા દાદાએ જંગલ અને પર્યાવરણની સુરક્ષા માટે ગામમાં એક સમિતિની રચના કરી હતી. તે ગામવાળા સાથે મળી જંગલનું રક્ષણ કરતા હતા અને તેમના પરંપરાગત જ્ઞાનથી પર્યાવરણને બચાવતા હતા. હું પણ તેમની પાસેથી ઘણુબધી શીખી છું. ત્યારબાદ માસ્ટર્સ કરતી વખતે મને આ તમામ બાબત અભ્યાસના ભાગરૂપે શીખવા મળ્યુ. ત્યારે હું વિચારતી હતી કે આપણે પુસ્તકોમાં જે અભ્યાસ કરી રહ્યા છીએ તે અમારા સમાજમાં અનેક પેઢીથી કામગીરી કરતા આવી રહ્યા છીએ.
ત્યારબાદ આ વિષયમાં મારો રસ વધી ગયો છે. હું આ વિષય પર લખવાની શરૂઆત કરી છે. વિશ્વ સુધી પોતાની વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયા તથા અન્ય વિવિધ ન્યૂઝ પ્લેટફોર્મ પર લખવાની શરૂઆત કરી.
સરકારી આંકડા પ્રમાણે આદિવાસી વિસ્તારોમાં હવે ધીમે ધીમે આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે. વર્ષ 1951ના ઝારખંડ (અવિભાજિત બિહાર)માં આદિવાસી સમુદાયની વસ્તી 36 ટકા હતી. જે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે તે ઘટીને 26 ટકા થી ગઈ છે. મોટી સંખ્યામાં આદિવાસીઓ પલાયન કરી રહ્યા છે. તેઓ સંશાધનની અછત પણ ધરાવે છે. જેની તેમના રીત-રિવાજો પર અસર થઈ છે.
આ અંગે અર્ચના કહે છે કે પર્યાવરણ બચાવવા માટે આદિવાસી પરંપરા ખૂબ જ મહત્વની છે. જોકે આ પરંપરાઓને બચાવવી રાખવી તે એક મોટો પડકાર છે. આજે પણ મોટી સંખ્યામાં આદિવાસીઓ તેમના અધિકારો એટલે કે જંગલ અને આજીવિકા મેળવી શકતા નથી. જો તેમના અધિકારો નહીં મળે તો તેઓ પોતાની સંસ્કૃતિને કેવી રીતે બચાવી શકશે. વન અને પ્રકૃતિ તેમનુ જીવન છે, તેમની વિશેષ ઓળખ છે. પણ અન્ય લોકો પ્રકૃતિને બિઝનેસ સ્વરૂપમાં જોઈ રહ્યા છે.
પરંપરાગત જ્ઞાનથી કેવી રીતે બચશે પર્યાવરણ
તે કહે છે કે આપણે જ્યારે પ્લાસ્ટિક પોલ્યુશનને જોઈએ છીએ ત્યારે ઘણા ફેરફારને સમજી શકીએ છીએ. આદિવાસી પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી. તે ખાસ પત્તલનો ઉપયોગ કરે છે. જે ઘાસની ચટ્ટાઈ બનાવે છે, તેઓ અન્ય અનેક બાબતથી કુદરત સાથે જોડાયેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..