ગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન થાય તો અજમાવો આ 5 ઉપચાર, તરત જ મળશે રાહત
ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ આપણા શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. જેથી આ સમસ્યામાં ડોક્ટર પાસે જવા કરતાં ઘરે જ અહીં જણાવેલા ઉપાયો અજમાવો. તમને ચોક્કસ ફાયદો થશે અને આ સમસ્યા પણ દૂર થશે. નાના-મોટાં સૌને કામ લાગશે આ ઉપાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લસણ ચાવીને ખાઓ
લસણ એક ઉત્તમ ઔષધી છે. તેમાં એલિસિન નામનું તત્વ હોય છે. જે ગળામાં ઈન્ફેક્શન પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. જેથી રોજ સવારે અથવા જ્યારે ગળાની સમસ્યા બહુ વધી જાય ત્યારે 1 કળી લસણની ચાવીને ખાઈ લો.
લીંબુ પાણી
1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુનો રસ અને ચપટી મીઠું અને તમને જરૂર લાગે તો થોડી ખાંડ નાખીને પીવો. તેનાથી ગળાને ખારાશથી આરામ મળશે.
ગરમ પાણીના કોગળા
ગળાની સમસ્યા થાય તો ડોક્ટર પર ગરમ પાણી અને મીઠાંના કોગળા કરવાની સલાહ આપે છે. તે ગળામાં ઈન્ફેક્શન, સોજો અને ખારાશને પણ દૂર કરે છે. જેનાથી ગળામાં દુખાવો પણ દૂર થાય છે.
આદુ
પેટથી લઈને વાળ અને અન્ય રોગોમાં પણ બહુ જ ગુણકારી છે આદુ. આદુમાં રહેલું જિન્જેરોલ અને અન્ય તત્વો શિયાળામાં બહુ જ ફાયદો કરે છે. તેની તાસીર ગરમ હોય છે અને તેના એન્ટીબેક્ટેરિયલ તત્વ ગળામાં સોજાની સમસ્ય દૂર કરે છે. જેથી આદુનું સેવન કરો. તમે આદુની ચા બનાવીને પણ પી શકો છો.
જેઠીમધ ખાઓ
જેઠીમધ શિયાળામાં થતી સમસ્યાઓ માટે રામબાણનું કામ કરે છે. સાથે જ તેના ઔષધીય ગુણ ઘણી સમસ્યાઓમાં લાભકારક છે. સિઝનલ ચેન્જિસમાં ગળામાં ઈન્ફેક્શન અને દુખાવો થાય તો જેઠીમધનું ચૂર્ણ મોંમાં રાખી ચૂસવાથી તરત આરામ મળે છ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends…