કમિશનરને થયો કડવો અનુભવ: ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અમદાવાદના JCP, કોન્સ્ટેબલે ફરિયાદ ન લીધી પછી કહ્યું જેલમાં પૂરી દઈશ

પોલીસ અધિકારીઓ ક્યારેક ક્યારેક સિંઘમ બની જતા હોય છે ત્યારે પોલીસ સ્ટેશનોમાં આમ આદમી સાથે કેવો વ્યવહાર થાય છે એ ત્યારે ખબર પડે છે. પોલીસની છાપ સુધરી છતાં સામાન્ય માણસ ક્યારેય પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાનું નામ લેતો નથી કારણ કે ત્યાં પોલીસ કોન્સ્ટેબલને જ એટલો પાવર હોય એટલો કદાચ આઈપીએસ અધિકારીને પણ નથી હોતો. તમે પહોંચો તો આરોપી હોય તેવો વ્યવહાર થાય છે આવો કડવો અનુભવ જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારને થયો છે. તેમના તાબામાં આવતા ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ સાથે કેવો વ્યવહાર થાય છે એનો જાત અનુભવ લેવા તેઓ ખુદ 3 પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. ફિલ્મી સ્ક્રીપ્ટ પ્રમાણે આ મુલાકાત ખાનગી હતી જેમાં ગૌતમ પરમાર પોતે ફરિયાદી બનીને ગયા હતા જેમાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા સામાન્ય જનતા સાથે કેવો વહેવાર કરવામાં આવે છે તેની જાણકારી મેળવવાનો સારો ઈરાદો હતો.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગૌતમ પરમાર એક મહિલા કોન્સ્ટેબલ સાથે અચાનક આવ્યા હતા અને સ્કુટી ચોરાઈ ગયું છે અને તેની ડેકીમાં પાસપોર્ટ અને બીજા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ છે તેવી ફરિયાદ કરવાનું કહ્યું હતું, પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હાજર કોન્સ્ટેબલોએ આજુબાજુમાં તપાસ કરીને આવો તેઓ જણાવ્યું હતું અને ફરિયાદ લીધી ન હતી. છેવટે આ મામલો થોડો ઉગ્ર થયો હતો ત્યારે હાજર કોન્સ્ટેબલે ઓળખી ન શકેલા જોઇન્ટ કમિશનર ગૌત્તમ પરમારને એરેસ્ટ કરવા પડશે તેમ કહ્યું હતું.

ગૌતમ પરમાર દ્વારા એસીપી મિલાપ પટેલને ટેલીફોન કરી ને બોલાવ્યા હતા અને હાજર કોન્સ્ટેબલો વિરુદ્ધ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પણ કરાવડાવી અને જવાબદાર કોન્સ્ટેબલોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બે પોલીસ સ્ટેશન જેમાં અમરાઈવાડી અને દાણીલીમડા પોલીસ સ્ટેશનની ગૌતમ પરમાર દ્વારા સિવિલ કપડામાં મુલાકાત લેવામાં આવી હતી. અને ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી દાણીલીમડા પોલીસ સ્ટેશનના કર્મચારી ગૌતમ પરમારને ઓળખી જતા ગૌતમ પરમાર દાણીલીમડા પોલીસ સ્ટેશનથી રવાના થઇ ગયા હતા પરંતુ અહીં વાત સામાન્ય જનતા સાથેના પોલીસના વ્યવહાર અને વર્તનની થઈ રહી છે. ત્યારે જોઈન્ટ કમિશ્નરને પણ ભાન થયું હતું કે પોલીસ કેવા પ્રકારની કામગીરી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો