મોંઘવારીનો માર! પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG અને PNGની કિંમતમાં પણ વધારો, જાણો કેટલા વધ્યા ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price) બાદ સામાન્ય લોકોને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં CNG અને PNGની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે CNGની કિંમતમાં 2.28 રૂપિયાનો ભાવ વધારો થયો છે. બીજી તરફ દેશમાં આજે સતત ત્રીજા દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદની વાત કરીએ તો સીએનજીની કિંમત (Ahmedabad CNG rate)માં 2.56નો વધારો કરાયો છે. જે બાદમાં હવે એક કિલોગ્રામ સીએનજીની કિંમત 58.86 રૂપિયા પર પહોંચી છે. જૂનો ભાવ 56.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સીએનજીની કિંમતમાં પણ વધારો કરાતા સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને પગલે મોંઘવારી પણ વધી રહી છે. હવે સીએનજીમાં ભાવ વધારો કરતા રિક્ષા ભાડા (Auto fare)માં પણ વધારો થઈ શકે છે. લોકો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને સીએનજી વાહનો (CNG vehicle) લઈ રહ્યા છે, અથવા તેમના જૂના વાહનોમાં સીએનજી કીટ લગાવી રહ્યા છે. આ લોકો માટે આ સમાચાર ઝટકા સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કયા શહેરમાં કેટલો ભાવ:
દિલ્હીમાં CNGની કિંમતમાં 2.28 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો છે. નોઇડા, ગાઝિયાબાદમાં 2.55 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારો કરાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં સીએનજીની કિંમત 47.58 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદમાં ભાવ 53.45 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. સીએનજીની નવી કિંમતો આજે સવારે એટલે કે 2 ઓક્ટોબરથી જ લાગૂ કરી દેવામાં આવી છે.

અન્ય શહેરોમાં સીએનજીનો ભાવ:

ગુરુગ્રામ- 55.81 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
મુઝફ્ફરનગર- 60.71 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
મેરઠ- 60.71 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
શામલી- 60.71 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
રેવાડી -56.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
કરનાલ – 54.70રૂપિયા પ્રતિ કિલોગ્રામ
કાનપુર- 63.97રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ફતેપુર – 63.97રૂપિયા પ્રતિ કિલોગ્રામ
હમીરપુર- 63.97રૂપિયા પ્રતિ કિલોગ્રામ
અજમેર- 62.41 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

PNGની કિંમતમાં વધારો

દિલ્હીમાં PNGની કિંમતમાં 2.10 રૂપિયા પ્રતિ ક્યૂબિક મીટર વધારો કરાયો છે. જે બાદમાં પીએનજીની કિંમત 33.01 રૂપિયા પ્રતિ ક્યૂબિક થઈ છે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પણ PNGની કિંમત 32.86 રૂપિયા પ્રતિ ક્યૂબિક મીટર પહોંચી છે. પીએનજીની કિંમત પણ બીજી આજથી એટલે કે બીજી ઓક્ટોબર સવારથી લાગૂ થઈ છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે વધારો

વર્ષની શરૂઆતથી સરકારી ઓઇલ કંપનીઓ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો કરી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. આજે (Petrol diesel price today 2nd October) ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દેવામાં આવી છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 98.94 રૂપિયા થઈ છે. જ્યારે ડીઝલની કિંમત 97.47 રૂપિયા છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
Youtube Video

આ સાથે જ દેશના અનેક શહેરમાં પેટ્રોલની કિંમત હવે 110 રૂપિયાને પાર થઈ ગઈ છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 25 પૈસા જ્યારે ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. આંકડા જોઈએ તો સૌથી મોંઘુ પેટ્રોલ મધ્ય પ્રદેશના સિવની (113.28 રૂપિયા પ્રતિ લીટર) અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં (113.01 રૂપિયા પ્રતિ લીટર) વેચાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો