કારમાં CNG ગેસ કીટ ધરાવતા માલિકોએ ખાસ ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો
દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઈને લોકો મોટાભાગે સીએનજી કાર ખરીદવાનું વધારે પસંદ કરે છે. અથવા તો પેટ્રોલ કાર ખરીદ્યા પછી તેને સીએનજીમાં કન્વર્ટ કરવાનું વિચારતા હોય છે. માત્ર એટલું જ નહીં હવે કાર ઉત્પાદક કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલ કારને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જોકે, ઈલેક્ટ્રિક કારની કિંમત પ્રમાણમાં વધુ મોંઘી રહે તેવા સંકેતો છે. આવા સંજોગોમાં લોકો સીએનજી દ્વારા સંચાલિત કારની પસંદગી વધુ કરી રહ્યા છે. સીએનજી કારમાં જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે જોખમી સાબિત થઈ શકે છે. સીએનજી કાર વિશે જાણવા જેવી કેટલીક બાબતો અહીં પ્રસ્તુત છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સીએનજી ગેસ કીટ માટે 5 મહત્વની ટીપ્સ
સમય પર સીએનજી કીટની સર્વિસ
જો આપની પાસે સીએનજી કાર હોય અને 15 હજાર કિમીની સર્વિસ ડ્યૂ હોય તો એવું જરૂરી નથી કે એટલાં કિમી થાય પછી જ સર્વિસ કરાવવું પરંતુ તેને 12 હજાર કિમીની મર્યાદામાં પણ સર્વિસ કરાવી શકાય છે. આ સમય મર્યાદામાં કારની સર્વિસ કરાવી દેવી જોઈએ. કારમાં ફિલ્ટર, એન્જિન ઓઈલ અને કૂલન્ટ જેવા પાર્ટસ ઘણી મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. આ તમામ પાર્ટસ સારી સ્થિતિમાં રહે તેનું પુરતું ધ્યાન રાખવું જોઈએ અને સમયસર કારની સર્વિસ કરાવી લેવી જોઈએ.
કંપનીની સીએનજી કિટ લેવાનો આગ્રહ રાખવો
સારું માઈલેજ અને સસ્તું સીએનજી હોવાના કારણે લોકોની પસંદ સીએનજી કાર બની રહી છે. કંપનીઓ પણ હવે સીએનજી કિટ સાથેની કાર માર્કેટમાં વેચી રહી છે. જો કોઈ કસ્ટમર્સે પેટ્રોલ કાર ખરીદી હોય અને હવે તેને સીએનજીમાં કન્વર્ટ કરવા માંગતા હોય તો કંપનીની જ કિટ લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ. ઓછા ખર્ચની લાલચે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય સીએનજી કિટની ખરીદી કરવાની ટાળવી જોઈએ. સમયસર સીએનજી કિટની સર્વિસ કરાવી લેવી હિતાવહ છે.
સ્પાર્ક પ્લગ
સામાન્યરીતે પેટ્રોલ કારની સરખામણીએ સીએનજી કારનો સ્પાર્ક પ્લગ જલ્દીથી ખરાબ થઈ જાય છે. તેની બે રીત હોય છે, જેમાં સીએનજી માટે બવાનેલા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરવો જોઈએ. માર્કેટમાં તેની કિંમત 150થી 200 રૂપિયાની વચ્ચે હોય છે. બીજી રીતે સ્પાર્ક પ્લગમાં મેટાલિક ટિપનાં ગેપને ઓછો રાખી તેને લાંબો સમય સુધી ચલાવી શકાય છે.
સમયસર વાલ્વ બદલવો
સીએનજી સ્ટેશન પર ગેસ ભરાવતી વખતે સીએનજી વાલ્વ દ્વારા સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવે છે. આવું વારંવાર કરવાથી વાલ્વ ઢીલો પડી જાય છે અને ગેપ વધતી જાય છે. વાલ્વ સમયસર ચેક કરાવી લેવો જોઈએ. જો જરૂર લાગે તો વાલ્વ તરતજ બદલાવી નાંખવો. આવું કરવાથી લિકેજની સમસ્યાથી બચી શકાય છે.
સીએનજી કિટ ક્યારેય ખાની ન રાખો
જો પરિવારમાં સીએનજી કારનો ઉપયોગ થતો હોય તો કારની કિટને ક્યારેય ખાલી રાખવી નહીં. આવું કરવાથી જોખમ વધી શકે છે. ખાસ કરીને ડ્રાઈવ કરતી વખતે ખાલી સીએનજી ટેન્કમાં પ્રેશર વધતું જાય છે અને વાલ્વ ફાટવાની શક્યતા વધી જાય છે. તેથી કારની સીએનજી ટેન્ક ક્યારેય ખાલી રાખવી નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..