જેને વિદેશમાં જવાનો મોહ હોય, તે ઓછો કરી દે, નહીં તો અહીંના વિઝા માટે અમારી ચિઠ્ઠીની જરૂર પડશે: CM ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદના YMCA ક્લબ ખાતે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન (JITO)ના નવા ચેરમેન ચેતન શાહની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ JITOની કામગીરીને બિરાદાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, JITO દ્વારા શૈક્ષણિક, આર્થિક અને સામાજિક કામગીરી કરવામાં આવી રહી છે. JITO તરફથી જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે, તે ખરેખર પ્રશંસનીય છે. 10 હજાર મકાન બનાવીને આપવા એ કાંઈ નાની વસ્તુ નથી. 2022 સુધી દેશમાં દરેકના માથા પર છત હોય, તેવું વડાપ્રધાનનું વચન છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે, તે મુજબ આપણો દેશ ક્યાંય આગળ નીકળી જશે. કોરોના કાળની જ વાત કરીએ તો, મહામારીમાં વિશ્વની મહાસત્તા ગણાતા દેશો થાકી ગયા હતા, જ્યારે આપણા દેશમાં આજે બધાના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન મોદીનું આત્મનિર્ભર ભારતનું વિઝન પણ એવું જ છે, જેના કારણે ભારત ટૉપ પર આવી જશે.
આ સાથે જ મુખ્યમંત્રીએ હળવી શૈલીમાં કહ્યું કે, જેને વિદેશમાં જવાનો મોહ હોય, તે ઓછો કરી દે, નહીં તો અહીંના વિઝા માટે અમારી ચિઠ્ઠી જરૂરી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..