સુરતના ભાજપના કાઉન્સિલરનું નિવેદન, ગુજરાતમાં અસમ મોડલ લાગુ કરવું જોઈએ, મુસ્લિમોમાં આવેલી કટ્ટરતા માટે મદ્રેસા બંધ કરો
છેલ્લા ઘણા સમયથી હિન્દુસ્તાનમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ સહિતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સમયાંતરે મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ યુવાનોની જાહેરમાં હત્યા કરવાનું ષડયંત્રની ઘટના હોય કે, પછી નામ બદલીને હિંદુ યુવતીઓને પોતાના લગ્ન કરીને તરછોડી દેવાના કિસ્સાઓ હોય આ તમામમાં તેમની માનસિકતાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સમયાંતરે વિધર્મીઓએ કરેલા કૃત્યને કારણે દેશમાં શાંતિ અને સૌહાર્દ અને લાગણીને ઠેસ પહોંચી રહી છે. આ બાબતને હવે તમામ હિન્દુ સંગઠનો ગંભીરતાથી લઇ રહ્યા છે.
માનસિકતા માટે મૂળમાં જવું જોઈએ
ભાજપના સુરતના કોર્પોરેટર વિજય ચૌમાલ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, વિધર્મીઓ સામે હવે સરકારે કડક હાથે કામગીરી કરવી જોઈએ. તેમણે કેટલાક મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે. કેટલાક વિસ્તારોમાં વિધર્મી યુવકો લવજેહાદનો મોટું ષડયંત્ર રચી રહ્યા છે, તો લેન્ડ જેહાદને લઈને પણ કિસ્સાઓ સામે આવ્યા હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. તેમણે મુસ્લિમ યુવાનોની માનસિકતાના મૂળમાં જવા માટેનો પ્રયાસ કરવા માટે હાકલ કરી છે. કિશન ભરવાડની હત્યા હોય કે, કમલેશ તિવારી હત્યા હોય આ પ્રકારના ષડયંત્રો ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય.
મદ્રેસા બંધ કરવા માગ
સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, મુસ્લિમ યુવાનો આટલી કટ્ટરતા આવે છે ક્યાંથી. આ યુવાનો અને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના મૂળમાં જ કરતા હોય તેવું હવે જણાઈ રહ્યું છે. મુસ્લિમ યુવાનો મદરેસામાં ભણીને આવે છે. તેના ઉપર હવે નજર રાખવાની જરૂર છે. મદરેસાઓમાં આ મૌલઓ હોય ભણાવતા હોય છે. કિશન ભરવાડની હત્યા કરવા માટે એક ધર્મનો ઉપદેશ જો અત્યારે આપતો હોય તે શરમજનક બાબત છે. ધર્મનું જ્ઞાન આપનાર હથિયારો વેચવાનું શરૂ કરી દે તો સ્વાભાવિક રીતે જ રોજ પ્રવર્તે. આવા મૌલવીઓ હવે વધુ કટર યુવાનો પેદા ન કરી શકે તેના માટે મદ્રેસા બંધ કરી દેવા જોઈએ.
અસમ મોડલ લાગુ કરવા માગ
કોર્પોરેટર વિજય ચૌમાલે મદ્રેસા બંધ કરી દેવાની સાથે અસમ મોડલને ગુજરાતમાં લાગુ કરવા દેવા સુધીની માંગ કરી નાખી છે. અસમની અંદર જે પ્રકારે વિધર્મીઓના ત્રાસ વધી રહ્યો હતો તેને શાંત પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ રહ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ વિધાર્થીઓને પાઠ ભણાવવા માટે ગુજરાતની અંદર અસમ મોડલને લાગુ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. કિશન ભરવાડને ન્યાય આપવા માટે ગૃહવિભાગે ખૂબ જ ઝડપથી કામ કરી લીધી છે. એના કારણે આપણો વિશ્વાસ વધ્યો છે અને મને ચોક્કસ આશા છે કે, આગામી દિવસોમાં પણ પ્રદેશ પ્રમુખ અને રાજ્યના ગૃહવિભાગ આ દિશામાં વધુ ઝડપથી કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..