મોડાસામાં ચાલુ ક્લાસમાંથી ‘તારે બહાર જવાનું હોવાથી તારા ઘરેથી અમને લેવા મોકલ્યા છે’, કહી 15 વર્ષની સગીરાને ઉઠાવી ગયા, એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું ષડયંત્ર
ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ ગુજરાતમાં એકતરફી પ્રેમીના એક બાદ એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં તાજેતરમાં અરવલ્લીના મોડાસા (Modasa) તાલુકામાંથી એકતરફી પ્રેમીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીનો પીછો કરી રહેલાં યુવકે પોતાના બે સાથીઓની મદદથી ચાલુ ક્લાસમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. યુવકના બે મિત્રોએ સ્કૂલે જઈને સગીરાને કહ્યું હતું કે, તારા ઘરેથી તને લેવા મોકલ્યા માટે મોકલ્યા છે. અને સ્કૂલમાં પરિવારના કોઈ સભ્ય સાથે પણ વાત કરાવી હતી. જો કે, સ્કૂલની એક ટીચરને આશંકા થતાં જ તેઓએ પોલીસને જાણ કરી દીધી હતી. જો કે, પોલીસ પાછળ પડી હોવાની આરોપીઓને ખબર પડતાં તેઓ ફફડી ઉઠ્યા હતા અને સગીરાને છોડીને ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે બે ટીમો બનાવીને બે આરોપીઓને ઝડપી લીધા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસાની એક શાળામાં બપોરના સમયે સીતપુર ગામના વિશાલ રબારી અને રાજેશ પટેલ નામના બે યુવકો પહોંચી ગયા હતા. અને ધોરણ 11માં ભણતી સગીરાને ચાલુ ક્લાસમાંથી બહાર બોલાવી કહ્યું હતું કે, તારે બહાર જવાનું હોવાથી તારા ઘરેથી અમને લેવા મોકલ્યા છે. જો કે, ક્લાસ ટીચરને ઘરના એક વ્યક્તિ સાથે ફોન પર વાત કરાવી હતી. તે વ્યક્તિએ સગીરાનો ભાઈ હોવાનું જણાવી શિક્ષક સાથે વાત કરી હતી. જે બાદ શિક્ષકે સગીરાને લઈ જવા મંજૂરી આપી હતી.
સરદારનગરમાં નગ્ન થઈ બે બાળકીને અશ્લીલ ઈશારા કરનારા યુવક સામે ફરિયાદ
વિશાલ અને રાજેશ બંને યુવાનો સગીરાને બાઈક પર બેસાડી તેનો પીછો કરી રહેલ દિપક રમેશ ચૌહાણની પાસે લઈ ગયા હતા. પણ જો કે, શાળાની શિક્ષિકાને સમગ્ર દાળમાં કાંઈક કાળું હોવાની ગંધ આવતાં તેઓએ આ મામલે તપાસ કરી હતી. અને બાદમાં સગીરાને ઉઠાવી જવાનું ધ્યાન આવતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
શાળામાં સગીરા સાથે જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી હતી તેનો નંબર પોલીસને આપવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા મોબાઈલ પણ સતત ફોન કરવામાં આવી રહ્યા હતા. પોલીસને સમગ્ર મામલાની જાણ થઈ ગઈ હોવાનું સામે આવતાં તમામ આરોપીઓ ફફડી ઉઠ્યા હતા. અને સગીરાને તાત્કાલિક મોડાસાના હજીરા વિસ્તારમાં ઉતારી દઈ ભાગી ગયા હતા. જો કે, પોલીસ દ્વારા બે ટીમો બનાવીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મુખ્ય આરોપી દિપક અને રાજેશ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે, જ્યારે વિશાલ રબારીની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..