આ રાજ્યમાં કોંગ્રેસીઓએ ભાજપ નેતાઓ અને કાર્યકરોને દોડાવી દોડાવીને ફટકાર્યા, જુઓ વિડિયો

દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં રાજકારણને શર્મસાર કરતી ઘટના બની છે. એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ભાજપના સાંસદ અને કાર્યકરોને કોંગ્રેસીઓએ દોડાવી દોડાવીને ફટકાર્યા હતા.

એટલું જ નહીં ભાજપ નેતાની અનેક ગાડીઓની તોડફોડ પણ કરવામાં આવી. આ ઘટનામાં અનેક કાર્યકરો અને પોલીસના અનેક માણસો ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના સાંગીપુર વિકાસ ખંડમાં એક આરોગ્ય મેળાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંગમલાલ ગુપ્તા પોતાના કાર્યકરો સાથે હાજરી આપવા પહોંચ્યા હતા. તેમના પહોંચવા પર જ હંગામો શરૂ થઇ ગયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રમોદ તિવારી હતા અને ધારાસભ્ય આરાધના મિશ્ર મોના પહોંચ્યા હતા. બનેં પક્ષના કાર્યકરો વચ્ચે વાદ વિવાદ શરૂ થયો હતો અને વાત વણસી જતા મારપીટ શરૂ થઇ ગઇ હતી. કાર્યક્રમમાં અફડાતફડી મચી ગઇ હતી. એવો આરોપ છે કે કોંગ્રેસીઓએ ભાજપ નેતા અને કાર્યકરોને દોડાવીને દોડાવીને ફટકાર્યા હતા, કારણ કે ભાજપના કાર્યકરો કરતા કોંગ્રેસીઓની સંખ્યા ગણી વધારે હતી.

સાંગીપુર બ્લોક પરિસરમાં ચાલી રહેલા ગરીબ કલ્યાણ દિવસ પર આયોજિત જન આરોગ્ય મેળાના કાર્યક્રમમાં જે મારામારી શરૂ થઇ તેમાં ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાએ પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું, અનેક કાર્યકરો અને પોલીસો પણ ઘાયલ થઇ ગયા.

ભાજપના સાંસદ પર થયેલા હુમલાને લઇને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટવીટ કરીને લખ્યું કે, ભાજપ સરકારમાં જે રીતે હિંસાને પ્રોત્સાહન અને રક્ષણ આપવામાં આવ્યું હતું. આજે તેના પોતાના સાંસદો અને ધારાસભ્યોને તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. ભાજપ પોતાના જનપ્રતિનિધિઓનું પણ રક્ષણ કરી શકતી નથી. અખિલેશે લખ્યું કે ઉત્તર પ્રદેશ ભાજપ સરકારમાં કાનૂન વ્યવસ્થા ફરાર છે. જનઆક્રોશનું હિંસક થવું એ સારી વાત નથી.

સાંગીપુર બ્લોક પરિસરમાં શનિવારે આયોજિત આરોગ્ય મેળાના કાર્યક્રમમાં બપોરે 2 વાગ્યે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી અને ધારાસભ્ય આરાધના મિશ્રને મુખ્ય અતિથિ તરીકે બોલાવા હતા અને બપોરે 3 વાગ્યે ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ બપોરે 2 વાગ્યાથી કાર્યક્રમ સકુશળ ચાલી રહ્યો હતો, તે વખતે ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તા લાવ લશ્કર સાથે આવ્યા હતા અને ભાજપના કાર્યકરોએ જોરદાર નારેબાજી શરૂ કરી હતી એટલે ત્યાં હાજર કોંગ્રેસી કાર્યકરોએ પણ નારેબાજી ચાલું કરી દીધી હતી.

કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના બે કાર્યકરોએ કાર્યક્રમમાં માઇક છીનવીને તોડી નાંખ્યુ હતુ, જેને કારણે કોંગ્રેસીઓ ભડકી ઉઠ્યા હતા. ભાજપના સાસંદે કહ્યું હતું કે કોંગ્રેસી કાર્યકરોએ 3 ગાડીઓને નુકશાન પહોંચાડ્યું હતું. કોંગ્રેસી કાર્યકરોએ જાનલેવા હુમલો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો