અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની કોરોનાનું કબ્રસ્તાન, સાજા થવા કરતા તો મરનારની સંખ્યા વધારે છે

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાનું સ્મશાન બની ગઈ છે. કેમ કે અહીં દાખલ કરવામાં આવતા કોવિડ-19ના દર્દીઓના રિકવરી રેટની સામે મૃત્યુ પામનાર ઘણા વધારે છે. આ ફક્ત દાવો નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહામારીની શરુઆત થયા બાદ માર્ચથી મે મહિના સુધી દરરોજ સવારે જાહેર કરવામાં આવેલ આંકડાનું પૃથ્થક્કરણ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતા તેમાં પણ આ વાત સામે આવી છે કે 343 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ જેમની સારવાર અમદાવાદ આસરવા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે તેમનું મોત થયું છે. જ્યારે 338 જેટલા દર્દીઓ આ સારવાર બાદ રિકવર થઈને ઘરે પહોંચ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જ્યારે તેની સામે એલિસબ્રિજ પાસે આવેલ SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ કોરોના દર્દીઓનો રિકવરી રેટ ઘણો ઉંચો છે. આંકડા મુજબ અહીં દાખલ કરાયેલ અત્યાર સુધીના કોરોના પોઝિટિવ કેસ પૈકી માત્ર 117 લોકોના આ મહામારીથી મોત થયા છે જ્યારે 884 લોકોને રિકવરી આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે ટોટલ ડિસ્ચાર્જ કરવામાં આવેલ દર્દીઓની સરખાણીએ 13 ટકા જેટલો મૃત્યુ દર છે.

આ જ રીતે સોલા સિવિલ હોસ્પિટલનો રેકોર્ડ પણ પ્રમાણમાં સારો છે અહીં પણ દાખલ કરવામાં આવેલ કોરોના દર્દીઓ પૈકી 187 દર્દીઓ રિકવર થયા છે અને રજા આપવામાં આવી છે. જ્યારે માત્ર 26 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેની ટકાવારી 13 ટકા જેટલી થાય છે. જ્યારે પ્રાઈવેટ અને ટ્રસ્ટ દ્વારા સંચાલિક હોસ્પિટલોનો કુલ મળીને આકંડો જોવામાં આવે તો 186 દર્દીઓને રિકવરી બાદ રજા આપવામાં આવી છે. જ્યારે 63 દર્દીઓ કોવિડૃ-19થી મૃત્યુ પામ્યા છે.

આટલા મોટો મૃત્યુદરના કારણે લોકોમાં કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા અંગે એક ભયનું વાતાવરણ છે. તેમાં પણ કેટલાક વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલમાં જીવન રક્ષક દવાઓના સ્ટોક, ડોક્ટર્સની સંખ્યા, કુલ દર્દીઓની સરખામણીએ નર્સિંગ સ્ટાફની સંખ્યા વગેરેને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.

જ્યારે હાલમાં જ એક નવો વિવાદ સામે આવ્યો છે જે ધમણ-1 નામના વેન્ટિલેટરને લઈને છે. જેને સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. આ વેન્ટિલેટરને ખૂબ જ ઊંચી આશા સાથે કોરોના મહામારીની શરુઆતમાં ઉપયોગમાં લેવા માટે હોસ્પિટલમાં ખરીદી કરવામાં આવ્યા હતા. જોકે હવે આ મશિન એક લાઈફ સેવિંગ મશિની ક્ષમતાથી કામ નથી કરી રહ્યું પરંતુ એક સામાન્ય શ્વાસોશ્વાસના ઉપકરણ તરીકે કામ કરી રહ્યું છે. જેના કારણે પણ હવે લોકોને હોસ્પિટલની ક્ષમતા પર ડર લાગી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો