બાળકો માટેની એક એવી હાર્ટ હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી..
ભારતની એક એવી હોસ્પિટલ જ્યાં કેશ કાઉન્ટર જ નથી તો પૈસા ચુકવવા ની તો વાત જ આવે નહિ…
આ વાત છે છતીસગઢ ના નવા રાયપુર મા આવેલી સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. દિલ જેવા આકાર ની આ હોસ્પિટલ નું દિલ આકાર કરતા પણ ખુબ જ મોટું છે. ઘણી હોસ્પિટલ માં મફત ઈલાજ થાય છે પણ થોડાઘણા પૈસા લેવાય છે. મિત્રો તમે વિચાર તો કરો કે આ હોસ્પિટલ માં તો કેશ કાઉન્ટર જ નથી બનાવવા માં આવ્યું!!!
બાળકો માટે ની આ હોસ્પિટલ માં મફત સારવાર કરાય છે જેનો ચાર્જ ખાનગી હોસ્પિટલ માં ૩ થી 10 લાખ સુધી થાય છે!!! છે ને મિત્રો ખરેખર સેવા નું કામ? અધધ ખર્ચ જે સારવાર માં થાય છે એ સારવાર આ હોસ્પિટલ માં મફત કરાય છે. દરરોજ ના ૩ ઓપરેશન અહી થાય છે. હોસ્પિટલ ની ક્ષમતા 40 બેડ ની છે પરંતુ હોસ્પિટલ નું મેનેજમેન્ટ પણ એટલું જબરદસ્ત છે કે અહી હાલ માં પણ કોઈ વેઈટીંગ નથી.
હોસ્પિટલના પબ્લિક રિલેશન્સ ઑફિસરનું કહેવું છે કે, હોસ્પિટલની શરૂઆતથી આ વર્ષે માર્ચ સુધીમાં, 4500 બાળકોનું હાર્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. અહીં, છત્તીસગઢ સહિત દેશના 28 રાજ્યો અને નવ અન્ય દેશોના લોકો તેમના બાળકોના હૃદયની સારવાર માટે આવે છે.
આ હોસ્પિટલ માં ફીજી ના બે બાળકો, નવ પાકિસ્તાની બાળકો, બાંગ્લાદેશ ના 11 બાળકો, નાઇજીરીયા ના આઠ બાળકો , નેપાળ અને શ્રિલંકાના પાંચ પાંચ બાળકો, અફઘાનિસ્તાન બે બાળકો અને લાઇબેરિયા અને યેમેન માં એક એક બાળક ના હૃદયની સારવાર કરવામાં આવી છે. તે જ સમયે, અહી ની ટીમ ફિજીમાં 26 બાળકોના હૃદયના ઓપરેશન કર્યા હતા.
હૃદય આકારની હોસ્પિટલ 30 એકરથી વધુ ફેલાયેલી છે, ત્યાં સત્ય સાઈ સૌભાગ્યમ અને નર્સિંગ કોલેજ પણ છે. સત્ય સાઈ સૌભાગ્યમ માં કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ માટેના કાર્યક્રમો થતા હોય છે.
અજય શ્રોફ જણાવે છે કે અમે તેને હોસ્પિટલ ન કહીએ પરંતુ તે હીલિંગનું મંદિર કહી અને તેને મંદિરની જેમ પૂજવામાં આવે છે. હોસ્પિટલ નો નિયમ છે કે દરરોજ સવારે જે બાળકોના ઓપરેશન કરવા ના હોય એમના માટે પ્રાર્થના કરવામાં આવે છે. અને એની યાદી વિદેશમાં ફેલાયેલ લાખો અનુયાયીઓને મોકલવામાં આવે છે. જેથી તેઓ પ્રાર્થનામાં જોડાઈ શકે.
હોસ્પિટલના બાળક કાર્ડિયોલોજિસ્ટ અતુલ પ્રભુ કહે છે કે અમે હોસ્પિટલ માનતા નથી અમે એને મંદિર સમાન માનીએ છીએ અને કામ પણ મંદિર સમાન કરીએ છીએ. તેથી અમે ક્યારેય પૈસા કમાતા નથી. અમે અહીં આવતા બાળકોની ખુશીઓ પાછી આપવા માંગીએ છીએ.
તો ચાલો મિત્રો સલામ કરીએ આ હોસ્પિટલ અને હોસ્પિટલ સાથે જોડાયેલ દરેક લોકો ને…
દરેક જરૂરીયાતમંદ સુધી આ માહિતી જરૂર થી પહોચાડજો.. આપણા દેશ માં આવી ઘણી સેવાકીય પ્રવુત્તિ થાય છે પરંતુ જાણકારી ના અભાવે લોકો આવી સેવા થી વંચિત રહી જાય છે…
તો મિત્રો આ પોસ્ટ અચૂક શેર કરી દરેક લોકો ને આ હોસ્પિટલ વિશે જાણકારી આપજો…..
કદાચ તમારી એક શેર કરેલી માહિતી થી કોઈ બાળક ની ઝીંદગી બચી જાય….
Address:Sri Sathya Sai Sanjeevani Hospital
Sector 2, Naya Raipur,
Chhattisgarh, INDIA.
Contact: +91 – 771 – 2970325 / +91 – 94242 – 07140