નોનવેજ અને ઇંડાની લારી હટાવવા બાબતે સીએમએ આપ્યો સ્પષ્ટ જવાબ: જાણો શું કહ્યું?

  • કોઇ નોનવેજ ખાય તેનો વિરોધ નથી : CM
  • કોર્પોરેશન તેમની રીતે નિર્ણય લઇ શકે છે : CM
  • જેને જે ખાવું હોય તે ખાઇ શકે છે અમને વાંધો નથી : CM

અમદાવાદમાં નોનવેજની લારીઓ હટાવવા આદેશ આપવામાં આવ્યો છે. ચાર મહાનગર પાલિકાઓ બાદ હવે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. જો કે આ અંગે સ્પષ્ટતા કરતા આણંદના બાંધણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દબાણમાં હશે તેવી લારીઓ હટાવાશે. કોઇ નોનવેજ ખાય તેનો વિરોધ નથી. જેને જે ખાવું હોય તે ખાઇ શકે છે અમને વાંધો નથી. કોર્પોરેશન તેમની રીતે નિર્ણય લઇ શકે છે.

પાંચ શહેરમાં ધાર્મિક સ્થળો અને મુખ્ય માર્ગો પરથી લારીઓ હટાવવા આદેશ
અગાઉ વડોદરા, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ મહાનગર પાલિકાએ પણ આ નિર્ણય લીધો હતો. જેમાં હવે પાંચ શહેરમાં ધાર્મિક સ્થળો અને મુખ્ય માર્ગો પરથી લારીઓ હટાવવા આદેશ આપવામાં આવ્યો છે. તેમાં અમદાવાદ શહેરમાં શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ પાસેથી લારી હટાવવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આવતીકાલથી કડક અમલ કરાશે.

મચ્છીપીઠના વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી
ઉલ્લેખનિય છે કે રાજકોટ બાદ તાજેતરમાં વડોદરા પાલિકાના સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ દ્વારા નોનવેજની લારીઓ અને દુકાનો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં જણાવ્યું હતું કે હવેથી માસ, મટન કે મચ્છીનું વેચાણ જાહેરમાં દેખાય તેવી રીતે કરી શકાશે નહીં. સંચાલકોએ લારી કે દુકાન ઢાંકીને ધંધો કે વેપાર કરવો પડશે. જેને લઈને આજરોજ મચ્છીપીઠના વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સેવાસદનના નિર્ણયનું પાલન કરવા તેઓ રાજી છે.

શહેરમાં હજારો પરિવારો આ ધંધા પર નિર્ભર
પરંતુ જો અમે નોનવેજ વાનગી દેખાય તેમ ન રાખીએ તો ગ્રાહક આકર્ષાઈને નહીં આવે. આ ધંધાથી એક જ વિસ્તારના 200 લોકોનું પાલન પોષણ થાય છે અને શહેરમાં હજારો પરિવારો આ ધંધા પર નિર્ભર છે. સાથે વેપારીઓએ કહ્યું કે પાલિકાના હોકર્સ ઝોનનો નિર્ણય તેમને સ્વિકાર નથી. કારણ કે તેઓને લારીઓનું કે દુકાનોનું સ્થળાંતર કરવું પડશે.

આ નિર્ણયને પગલે અમલવારી થાય છે કે વિરોધ તે જોવું રહ્યું
ઉલ્લેખનિય છે કે એક કાર્યક્રમમાં આવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે નોનવેજ હોય કે વેજ ફૂટપાથ કે રોડ પર દબાણ કરવું એ લેન્ડ ગ્રેબિંગ છે. પોલીસ કડક અમલ કરે છે. તેમજ આગામી દિવસમાં લારી ગલ્લા ધારકો કોર્પોરેશન ખાતે રજુઆત કરવા જનાર છે. ત્યારે આ નિર્ણયને પગલે અમલવારી થાય છે કે વિરોધ તે જોવું રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો