કેન્સર, ડાબાબિટીસ, બીપી અને હાર્ટ માટે બેસ્ટ છે ચેરી, એકવાર ફાયદા જાણશો તો તમે પણ ચોક્કસથી ખાશો, જાણો અને શેર કરો

ઉનાળા અને ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછાં સમય માટે મળતી ચેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. તેના આ ફાયદા જાણશો તો તમે પણ ચોક્કસથી ખાશો.

ચેરી પીળા રંગથી લઈ લાલ સુધી એમ અલગ-અલગ શેડ્સમાં આવે છે. જેમાંથી લાલ ચેરીમાં સૌથી વધારે વિટામિન્સ હોય છે. તેમાં વિટામિન એ, બી, સી અને ઈ સહિત કેટલાક મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. રોજ ચેરી ખાવાથી વજન કંટ્રોલમાં રહેવાની સાથે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. જો તમે ચેરી ના ખાતાં હોવ તો એકવાર આ ફાયદા જાણી લો.

આંખો માટે છે બેસ્ટ
ચેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે. જે આંખો સંબંધી સમસ્યાઓ સામે રક્ષણ કરે છે. મોતિયાથી બચવા રોજ ચેરી ખાવી જોઈએ.

યાદશક્તિ વધારે છે
જે લોકોની યાદશક્તિ ઓછી છે અથવા તો વસ્તુઓ મૂકીને ભૂલી જાય છે તેમણે પણ ચેરીનું સેવન કરવું. તેમાં રહેલાં ગુણો મગજને તેજ બનાવે છે.

અનિદ્રાથી છુટકારો
ચેરીમાં મેલાટોનિન હોય છે. જે અનિદ્રાની સમસ્યાથી રાહત અપાવે છે. રોજ સવાર સાંજ 1 ગ્લાસ ચેરીનો જ્યૂસ પીવાથી સારી ઉંઘ આવે છે.

હાડકાં મજબૂત બનાવે છે
ઘણાં લોકોને હાથ પગના હાડકાઓમાં દર્દ રહે છે અને શરીરમાં દુખાવો પણ થાય છે. આવી સમસ્યાઓમાં રોજ ચેરી ખાવાથી ફાયદો થાય છે.

કેન્સર
ચેરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં રોગો સામે લડવાની શક્તિ વધારે છે. સાથે જ તેમાં ફિનોનિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ કરે છે.

હાર્ટ માટે
ચેરીમાં આયર્ન, ઝિંક, મેંગ્નીઝ, પોટેશિયલ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. સાથે જ તેમાં બીટા કેરોટીન પણ હોય છે. જે હાર્ટ સંબંધી બીમારીઓને દૂર રાખે છે.

બીપી, ડાયાબિટીસ, વેટ લોસ અને સ્કિન માટે બેસ્ટ
ચેરી શરીરમાં સોડિયમની માત્રા ઘટાડી દે છે. જેથી તેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ચેરી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સ્કિનમાં નિખાર લાવે છે અને ડેડ સેલ્સ હટાવે છે. વેટ લોસ કરતા લોકો માટે પણ ચેરી બેસ્ટ ફાયદા આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો