‘8,000ના ખર્ચમાં 22 કરોડનો વરસાદ કરાવો,’ કચ્છનો ‘ઠગ ભગત’ ભરત બાપૂ લોકોના રૂપિયા લઈ બેભાન કરી ફરાર થાય તે પહેલાં જ ઝડપાઈ ગયો
કચ્છના માધાપરનો એક ઠગ ભગત (Madhapar Kutch) જૂના રાજા છાપ રૂપિયા પર વિધિ કરી અને કરોડો રૂપિયાના વરસાદ કરાવવાનું લાલચ આપી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના (Kaprada Valsad) આદિવાસી વિસ્તારમાં લોકોને ઠગવા જતાં ઝડપાઈ ગયો હતો. જૂના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરવાનું બહાનું બતાવી અને લોકોને ધતુરાનું પાણી પીવડાવી અને રૂપિયા લઈ બેભાન કરી ફરાર થાય તે પહેલાં જ લોકોના હાથે ઝડપાઇ જતાં લોકોએ આ ઠગ ભગતને (Cheater Tantrik Caught from Valsad) પકડી અને બરોબરનો ફટકાર્યો હતો. ત્યારબાદ થાંભલે બાંધી અને લોકો એ તેને વિધિ ના પાઠ ભણાવી પોલીસને સોંપી દીધો હતો.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાનાં વારોલી તલાટ ગામમાં રહેતા મયુરભાઈ ભુસારા નામના એક વ્યક્તિને સેલવાસમાં રહે રહેતા દીપેશ નામના એક વ્યક્તિએ પોતે રાજા છાપ રૂપિયા પર મેલી વિદ્યા કરી અને લાખો રૂપિયાનો વરસાદ કરાવી આપતા એક તાંત્રિકને ઓળખતો હોવાનું જણાવ્યુ હતું.
આ જુના રાજા છાપ સિક્કા પર વિધિ કરી અને પૈસાનો વરસાદ કરી આપતો તાંત્રિક વલસાડ જિલ્લાના ડુંગરી માં રહેતા જયેશભાઈ નામના એક વ્યક્તિના ઘરે આવ્યો હોવાનું જણાવ્યું હતું.. અને જો આવી વિધિ કરાવી અને રૂપિયાનો વરસાદ કરાવવો હોય તો ડુંગરી આવવા માટે કહ્યું હતું.
સિક્કા પર વિધિ કરી અને રૂપિયા 22 કરોડ ખેંચી લાવશે
આથી કપરાડાના વારોલી તલાટ ગામ ના મયુર ભૂસારા લાલચમાં આવી તેના એક અન્ય એક મિત્રને સાથે લઈ અને વલસાડના ડુંગરીમાં રહેતા જયેશભાઈ નામના વ્યક્તિના ઘરે ગયો હતો જ્યાં જયેશભાઈ નામના વ્યક્તિએ આ ભરત બાપુ નામના ઠગ ભગતનો પરિચય યુવકો સાથે કરાવ્યો હતો .તે વખતે ઠગ તાંત્રિક ભરતબાપુ એ આ યુવકોને જુંનો રાજા છાપ રૂપિયા નો સિક્કો બતાવી આ સિક્કા પર વિધિ કરી અને રૂપિયા 22 કરોડ ખેંચી લાવશે તેવી લાલચ આપી હતી..અને આ વિધિ કરવા તેમના ઘરે જવું પડશે તેવું જણાવી અને કપરાડા તાલુકાનાં વારોલી તલાટ ગામે લાવ્યો હતો.
17 હજાર રૂપિયા એડવાન્સ માં લીધા હતા
ત્યાં રમેશ અને મયુર પાસે થી અંદાજે 17 હજાર રૂપિયા એડવાન્સ માં લીધા હતા. જોકે ત્યારબાદ વિધિ નો સામાન લેવા ઠગભગત તાંત્રિક યુવકોને કાર ભાડે કરાવી અને મહારાષ્ટ્રના ગોદાવરી ઘાટ પર ગયો હતો. ત્યાંથી વિધિનો સામાન લાવી અને ઘરે આવ્યા બાદ મોડી રાત્રે જુના રાજા છાપ રૂપિયા ના સિક્કા પર વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરાવવા ના બહાને વિધિ શરૂ કરી હતી.
વિધિમાં ભગતે ચોખાનું કુંડાળું કરી અને વચ્ચે લક્ષ્મી માતાનો ફોટો મૂકયો હતો ત્યાર બાદ તંત્ર મંત્રના જાપ કર્યા હતા. જોકે વિધિ દરમિયાન ઠગ ભગત એ હાજર રહેલા લોકોને પ્રસાદના નામે પ્રવાહી પીણું પીવડાવ્યુ હતું. પ્રસાદના નામે ધતુરા નું પાણી પીવડાવ્યું હતું.આથી એ પાણી પીધા બાદ હાજર લોકો અર્ધ બેભાન થઈ ગયા હતા. આથી મોકાનો લાભ લઇ અને આ તાંત્રિક ભરત બાપુ વિધિ માં મૂકેલા રૂપિયા લઇ અને ફરાર થવાની ફિરાકમાં હતો. એ વખતે જ ઘર માં એક માજી અને અન્ય એક પ્રત્યક્ષ દર્શી યુવક હોશમાં આવી જતા સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો અને આ ભરત બાપુને ઘર માં બંધ કરી દીધો હતો.
જૂના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરાવી અને રૂપિયા 22 કરોડનો વરસાદ કરાવવાના બહાને લોકોને ઠગી અને ફરાર થવા જઇ રહેલા તાંત્રિકને ઝડપી અને બરોબરનો ફટકાર્યો હતો. ત્યારબાદ ઘરના આંગણામાં જ થાંભલા સાથે દોરડાથી બાંધી અને લોકો એ તેને બરોબરના પાઠ ભણાવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.આથી કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તાંત્રિકનો કબજો મેળવી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ કચ્છનો ભરત કરશન પટેલ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે આ તાંત્રિક મૂળ કચ્છના માધાપરનો ભરત કરશન પટેલ હોવાનું બહાર આવ્યું છે. પોતાને ભરત બાપૂ તરીકે ઓળખ આપી અને આવી રીતે જૂના રાજા છાપ સિક્કા ઉપર મેલી વિદ્યા કરી અને પૈસાનો વરસાદ કરાવી આપતો હોવાની વિદ્યા જાણતો હોવાનું બહાનુ બતાવી મોટી મોટી વાતો કરી અને લલચાવતો હતો અને વિધિ ના નામે પૈસા પડાવી અને ફરાર થઈ જતો હતો.
જો કે કચ્છના માધાપર થી છેક વલસાડના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને ઠગવા આવેલ તાંત્રિક ભરત બાપુ પૈસા પડાવી અને ફરાર થાય તે પહેલાં જ લોકોના હાથે ઝડપાઇ જતા લોકોએ જ તેને બરોબર નો પાઠ ભણાવી થાંભલા સાથે બાંધી અને મારી પોલીસના હવાલે કર્યો હતો. આથી હવે વલસાડ જિલ્લાની નાનાપોંઢા પોલીસે ઠગ તાંત્રિક ભરત બાપુની ધરપકડ કરી હતી..અને આરોપીએ અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારની ઠગાઈ કરી છે? તે જાણવા અને તેના ગુનાહિત ભૂતકાળ ને જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..