સુરતમાં મહિલા કોંગ્રેસની રેલી: ‘સસ્તો દારૂ મોંઘું તેલ, ભાજપ તારા રાજમાં કેવો ખેલ?’
દેશભરમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. મધ્યમ અને ગરીબ પરિવારોનું રોજેરોજનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે તેલ, પેટ્રોલ, રાશન, ગેસનો બાટલો સહિતની જીવનજરૂરી ચીજવસ્તુનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ મોંઘવારીના મુદ્દે પોરબંદરમાં કોંગ્રેસના પૂર્વમંત્રી ડો. કીર્તિબેન અગ્રાવત અને પ્રખર કોંગ્રેસી આગેવાન શહેનાઝ બાબીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શહેરના મુખ્ય બજારમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા આ રેલી બંગડી બજાર થઇ સુદામાચોક ખાતે પહોંચી હતી. જ્યા મહિલાઓ દ્વારા પાણીમાં પુરી તરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
મોંઘવારીના ડામથી નાગરીકોને મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે કારણ કે દિવસે ને દિવસે મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું ગુજરાન પર ચાલતું નથી. કારણ કે એક બાજુ બેરોગારીના કારણે શિક્ષીત યુવાનોને નોકરી મળતી નથી તો હવે મોંઘવારી ચરમસીમાએ પહોંચી જતા મહિલાઓમા આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ રાંધણગેસના બાટલાનો ભાવ 950 ઉપર પહોંચી ગયો છે.
રાંધણગેસમાં ભાવ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના ઘરનો ગેસનો ચુલો ચાલુ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે. તો બીજી તરફ તેલ, રાશન, પેટ્રોલ-ડિઝલ, દૂધ, છાસ, લીંબુ, કઠોળ, ખાડ-ચા સહિતના જીવન જરૂરી ચિજવસ્તુનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વમંત્રી ડો. કીર્તિબેન અગ્રાવત અને પ્રખર કોંગ્રેસી આગેવાન શહેનાઝ બાબીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ઓફિસેથી મુખ્ય બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓની આ વિશાળ રેલી નીકળી હતી.
મહિલાઓમાં મોંઘવારીને લઇને આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ વિવિધ સુત્રો સાથે વિરોધ નોંધાવ્યો હતો જેમાં `મોંઘો ગેસ, મોંઘુ તેલ, બંધ કરો લુંટનો ખેલ’, `યુવા બન્યો છે બેરોજગાર, ભાજપની છે આ સરકાર!’ વિવિધ મોંઘવારીના મુદ્દાઓને લઇને આ વિશાલ રેલી નિકળી હતી. કારણ કે હાલ દિવસે ને દિવસે દરેક ચીજવસ્તુઓમાં ભાવ વધારો થઇ રહ્યો છે. હાલ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જેથી સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારને વાહન લઇને નિકળવું જાણે સોના કરતા ઘડામણ મોંઘુ સમુ લાગી રહ્યું છે. આ વિશાળ રેલી બાદ સુદામાચોક ખાતે પાણીમાં પુરી તરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ વિશાળ સભા પણ યોજાઇ હતી. મહિલા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 100 દિવસમાં લોકોના અચ્છે દિન આવશે, મોંઘવારી ઘટાડીશું અને નાના અને મધ્યમ વર્ગના દીકરા-દીકરીઓને નોકરી આપશું. આવા વિવિધ વચનોથી ભાજપ સરકારે પ્રજાને ભરમાવીને પ્રજાના મત લીધા અને સત્તા પર ભાજપ આવ્યું. ત્યારબાદ આપેલા વચનોને ભુલીને દરરોજ મોંઘવારીનો ડોઝ પ્રજાને આપી રહી છે. રાંધણગેસ, સીંગતેલના ડબ્બાનો ભાવ કોંગ્રેસના વખતમાં હતો તેના કરણા ત્રણ ગણો ભાવ વધારો ભાજપે કર્યો છે. સાથે જ મહિલા કોંગ્રેસે જણાવ્યું હતું કે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમજ સિમેન્ટ, સ્ટીલ, કપડા, ઇલેકટ્રીકની આઇટમોના ભાવ પણ આસમાને છે. તેની સામે ભાજપરા રાજમાં લોકોની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે.
લાયકાત ધરાવતા દીકરા-દીકરીઓને નોકરી મળતી નથી. નોકરી આપે છે તેમાં પણ આઉટ સોર્સિંગ કોન્ટ્રાકટરો મોટે પાયે દિકરા-દિકરીઓનું શોષણ કરે છે તેમજ હાલ દિવસે ને દિવસે શિક્ષણ મોંઘુ થયું છે. સ્કૂલના ચોપાડ, નોટબુકો, પેનના ભાવ પણ વધી રહ્યાં છે. નાના અને મધ્યમવર્ગના લોકો કાયમ ટેન્શનમાં જીવન પસાર કરી રહ્યાં છે. દવાખાના અને દવાઓનો ભાવમાં કમરતોડ ભાવ વધારો ભાજપના રાજમાં થઇ રહ્યો છે.
ભાજપ હટાવો અને કોંગ્રેસ ફરીથી લાવોના નારા સાથે મહિલા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ રેલીમાં જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ ભારતીબેન ગોહેલ તેમજ કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયા, પોરબંદર શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઇ કારિયા, યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર, કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ વિજયભાઇ બાપોદરા, લાખણશીભાઇ ગોરાણિયા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ આ વિરોધના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..