ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચોંકાવનારું પરિણામ આવ્યું: પરિવારમાં 12 સભ્યો છતાં ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો, પત્નીનો મત પણ ન મળ્યો
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 5ના સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોએ પણ મત પણ નહોતો આપ્યો. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 મત મળતાં તેમની સ્થિતિ કફોડી બની હતી.
નોંધનીય છે કે પ્રથમ નાની પંચાયતો અને પછી મોટી પંચાયતોની મતગણતરીને પ્રાધાન્યતા આપવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ વોર્ડ સભ્યોના ઉમેદવારોનું અને ત્યારબાદ સરપંચના ઉમેદવારોના મતોની ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં વાપી તાલુકાના છરવાડા પંચાયતના વોર્ડ સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. જેને તેની પત્ની તેમજ પરિવારજનોએ પણ વોટ ન કરતાં ઉમેદવારની હાલત કફોડી બની હતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 300 સરપંચ પદ માટે 815 ઉમેદવાર અને 2150 વોર્ડ સભ્યની બેઠક માટે 5200 ઉમેદવારે ઝંપલાવ્યું હતું. જેમાનાં ઘણાનો ફેસલો આજે આવી ગયો છે, જ્યારે કેટલાકનો હજુ બાકી છે. ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના 6 તાલુકા મથકોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ છે. દરેક કાઉન્ટિંગ સેન્ટરો ઉપર ગણતરીની કામગીરી માટે 700 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..