ટંકારા તાલુકાના ચારિત્યએ ઓલ ઇન્ડિયા CBSE બોર્ડમાં ધોરણ બારમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધાર્યું
ઓલ ઇન્ડિયા CBSE માં બારમાં ધોરણમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ ના ચારિત્ય જયંતીભાઈ એ ગૌરવ વધાર્યું છે.. જયંતીભાઈ નારણભાઈ ઢેઢી એક્સ આર્મી મેન છે જેમનું મૂળ ગામ સરાયા હાલ રાજકોટ રહે છે અને આર એમ સી માં જોબ કરે છે..
ચારિત્ય એક શાંત અને સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતો અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ અને આયોજનબદ્ધ પ્લાનિંગ કરી ને તેને પોતાના ભણતરનું જાતે જ ઘડતર કરેલું છે ચારિત્ય એ ક્યારે પણ ટ્યુશન ક્લાસ જોઈન્ટ નથી કરેલા અને ખાસ વાત એ કે તે કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ એટલે કે એક સરકારી શાળામાં ભણી અને સાત મહિનામાં તેણે આ લક્ષ્ય પ્રાપ્ત કરેલ છે તેમના પરિવાર વિશે વાત કરીએ તો પરિવારમાં મમ્મી-પપ્પા અને એક મોટો ભાઈ આકાશ છે બંને ભાઈ ની જોડી રામ લક્ષ્મણ જેવી છે ચારિત્ય નાનો હોવાથી મમ્મી નો લાડકો છે બંને એટલા સમજદાર છે કે વ્યસન તો દૂર પરંતુ ફાસ્ટ ફૂડ નો પણ ક્યારેય ઉપયોગ કરતા નથી.. આજના યુવાનો માટે આ યુવાન પ્રેરણારૂપ છે..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.