The Kashmir Files: અહીં થિયેટરમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા, ભારત વિરોધી સુત્રોચાર કરનારા લોકોને ભડકેલા પ્રેક્ષકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ VIDEO

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ “ધી કાશ્મીર ફાઈલ્સ” અત્યારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને કાશ્મીરમાંથી હિન્દુઓના થયેલા પલાયનને બખૂબી દર્શાવવામાં આવ્યું છે. જો કે તાજેતરમાં આ ફિલ્મને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં તેલંગાણામાં આ ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા લગાવવામાં આવતા થિયેટરમાં જ મારમારી થવા લાગી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

હકીકતમાં 18 માર્ચે તેલંગાણાના આદિલાબાદ જિલ્લાના થિયેટરમાં “ધી કાશ્મીર ફાઈલ્સ” મુવીનો શૉ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક બદમાશો દ્વારા ભારત વિરોધી અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવા લાગ્યા હતા. જેના કારણે થિયેટરનો માહોલ બગડ્યો હતો અને મુવી જોવા આવેલા પ્રેક્ષકો ભડક્યા અને તેમને ફટકારવા લાગ્યા.

જે બાદ થિયેટરના કર્મચારીઓએ પોલીસને આ બાબત જાણ કરી હતી. જો કે પોલીસ ત્યાં આવે, તે પહેલા જ પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચાર કરનારા બદમાશો ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આવા તત્વોની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જણાવી દઈએ કે, ધી કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ 11 માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી. જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે. જેનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે. માત્ર 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો