વતનનું ઋણ અદા કરવા માટે પી. એસ. પટેલ ગામમાં પાકા રોડ ,પ્લાન્ટેશન અને સ્ટ્રીટલાઈટ નાખી કરશે કાયાપલટ
ચાણસ્માના રૂપપુર ગામના વતની પરંતુ ધંધા અર્થે બહાર સ્થાઈ થયેલા કન્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા પણ વતનનું ઋણ અદા કરવા માટે ગામમાં પાકા રોડ ,પ્લાન્ટેશન અને સ્ટ્રીટલાઈટ નાખવા માટે બે કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચાણસ્માના રૂપપુર ગામના વતની પી એસ પટેલ જેઓ વર્ષોથી કન્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલ હોઈ ગામથી બહાર રહે છે પરંતુ વતનનું ઋણ અદા કરવાના શ્રેષ્ઠ વિચારને લઇ તેમના દ્વારા ગામને હરિયાળું બનાવા અને રોડ -રસ્તા અને સ્ટ્રીટલાઈટની ગામને સુવિધા મળે તે માટે બે કરોડનો પ્રોજેક્ટ બનાવી પોતાની પીએસપી કંપની દ્વારા ગામમાં પ્રવેશદ્વારથી સિકોતર માતાજીના મંદિર સુધી પાંચ કિલોમીટર પહોળો પાકો રસ્તો સહીત પ્લાન્ટેશન અને સ્ટ્રીટલાઈટ અને રોડની બન્ને સાઈડ બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પી.એસ.પટેલના અંગત સચિવ પહેલાદભાઈ પટેલે જણાવ્યું હતું.
તેમનું ગામને હરિયાળું બનાવવાનું સ્વપ્ન હતું ત્યારે ગામને શહેરી વિસ્તાર જેવી સવલતો મળે તે માટે તેમના દ્વારા ગામ માટે બે કરોડનો પ્રોજેક્ટ બનાવી ગામમાં પ્રવેશના મુખ્ય રસ્તા પર સ્ટ્રીટલાઈટ પાકો રોડ અને પ્લાન્ટેશન કરવાની કામગરી શરૂ કરાઈ છે અન તે પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં ગામના તમામ વિસ્તારોમાં પેવર રોડ,સ્ટ્રીટ લાઈટ અને અલગ અલગ સ્થળો પર વૃક્ષોનું પ્લાન્ટેશન કરી રોડો તૈયાર કરવામાં આવશે અને તમામ કામગીરી ત્રણ માસમાં પૂર્ણ થશે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.