આ રીતે બનાવો ચાનો મસાલો, ચા પીવાની ચોક્કસ આવશે મજા

પરફેક્ટ “ચા” નો મસાલો બનાવવાની રીત

મસાલા વિના ચાની કલ્પના પણ ન કરી શકાય. ખાસ કરીને શિયાળા અને ચોમાસામાં તો મસાલા વાળી ચા પીવાની મજા જ કંઈ ઓર હોય છે. તમે ઘરે મસાલો બનાવતા હશો પરંતુ જો કોઈ વાર પ્રમાણ ન જળવાય તો મસાલો જોઈએ એવો ધમધમાટ નથી બનતો અને ચા પણ ફિક્કી લાગે છે. આજે અમે તમારી સાથે ચાના મસાલાની રેસિપી શેર કરવા જઈ રહ્યા છીએ. આ માપથી ચાનો મસાલો બનાવશો તો તમારો મસાલો પણ માર્કેટમાં મળતા મસાલા જેવો જ ધમધમાટ અને સુગંધીદાર બનશે.

સામગ્રીઃ

5 કપ જેટલો ચાનો મસાલો બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે

20 મોટી ચમચી જેટલા લવિંગ
10 મોટી ચમચી મરી
દોઢ કપ જેટલી એલચી

13-14 તજના મોટા ટુકડા
દોઢ કપ સૂંઠ પાવડર
સાડા છ ચમચી જેટલો જાયફળ પાવડર

રીતઃ

લવિંગ, એલચી, મરી, તજને એક મોટા નોનસ્ટિક પેનમાં ધીમા તાપે 1 મિનિટ સુધી શેકી લો. ત્યાર પછી તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

સૂંઠ-જાયફળ પાવડર ઉંમેરોઃ

લવિંગ, એલચી, મરી અને તજ સંપૂર્ણ ઠંડા થઈ જાય પછી તેમાં સૂંઠ અને જાયફળનો પાવડર ઉમેરો. મિક્સરમાં પીસીને તેનો બારીક ભૂક્કો કરો.

આ રીતે સ્ટોર કરોઃ

તમે ચાના મસાલાને જો એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરશો તો લાંબો સમય સુધી તેની તાજગી અને ફ્લેવર બરકરાર રહેશે.

Tips :

ચા ને હંમેશા ઉકળતા પાણીમાં જ નાખો. તેનાથી રંગ અને ફ્લેવર સારો આવશે.

દૂધ અને ચા નુ પ્રમાણ તમારા સ્વાદમુજબ નાખીને એકવાર સારી રીતે ઉકાળો. તમે ચાહો તો ચમચાથી તેને હલાવતા રહો.

વધુ પડતી ઉકાળવાથી ચા નો સ્વાદ કડવો થઈ જાય છે. તેથી ચા બનાવતી વખતે સમયનુ ધ્યાન આપો.

જો તમને લાઈટ ચા નો સ્વાદ પસંદ છે તો પત્તીદાર ચા નો ઉપયોગ કરો.

કડક ચા માટે ઝીણી ચા પત્તીનો ઉપયોગ કરો.

ગુલાબી ચા માટે દાનેદાર ચા ઉપયોગમાં લો.

જો તમને આદુવાળી ચા બનાવી રહ્યા હોય તો ચા પત્તી અને ખાંડ નાખ્યા પછી આદુ છીણીને કે વાટીને નાખો. જો આદુને દૂધ સાથે ઉકાળશો તો તે ફાટી શકે છે.

6 મિનિટથી વધુ સમય સુધી ચા ન ઉકાળો. ફૂડ એક્સપર્ટ પણ આ સલાહ આપે છે.

હંમેશા તાજી ચા જ પીવો. વધુ સમય સુધી ચા ને વાસણમાં ન મુકો કે ન તો તેનો ઉપયોગ કરો.

ચા મસાલો ન હોય તો આખા મસાલા (જેવા કે લવિંગ, તજ અને ઈલાયચી) ને ઉકાળતા પાણીમાં જ નાખી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો