મોઢામાંથી હમેશાં ગંદી વાસ આવતી હોય તો કરો આ ઉપાય, કાયમ માટે દૂર થશે આ સમસ્યા

સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. પણ શું જાણો છો કે અન્ય કેટલાક કારણો પણ છે જેમાં ધ્યાન ન રાખવામાં આવે ત્યારે પણ મોંમાંથી સતત દુર્ગંધ આવે છે. મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો શરમજનક પરિસ્થિતિ પેદા થાય છે. ક્યારેક ક્યારેક શરીરને જેટલા પાણીની જરૂર હોય છે એટલું પાણી ન પીવા પર પણ મોંમાંથી વાસ આવતી હોય છે. જેમના મુખમાંથી વાસ આવતી હોય છે. ચાલો જાણીએ મોઢામાંથી વાસ આવવાના કારણો અને ઉપાય.

આ કારણોથી મોઢામાંથી આવે છે વાસ

ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખવું. જેમ કે મોઢું, દાંત,પેઢાં, જીભી બરાબર સફાઈ કરવી જરૂરી છે. ઓછું પ્રવાહી લેવાને કારણે થતી ડ્રાય માઉથની સમસ્યાને કારણે પણ મોઢામાંથી વાસ આવે છે. જે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે શ્વસનને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ જેમ કે શરદીથી લઈને અસ્થમા સુધી કોઈ પણ પ્રકારની તકલીફમાં તેના મોઢામાંથી વાસ આવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને પાચનને લગતા પ્રોબ્લેમ્સ હોય જેમ કે અપચો હોય કે કબજિયાત હોય ત્યારે તેના મોઢામાંથી વાસ આવી શકે છે. ડુંગળી, લસણ, કોફી વધુ લેતા હોય, તમાકુ ચાવતા હોય અને સ્મોકિંગની આદત હોય એવી વ્યક્તિઓના મોઢામાંથી પણ વાસ આવતી હોય છે.

આ ઉપાયો કરવાથી સમસ્યા કાયમ માટે થઈ જશે દૂર

  • સવાર-સાંજ સરખી રીતે બ્રશ કરવું જોઈએ.
  • પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ એલચીને છોલીને તેના દાણા મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
  • અજીર્ણ, કફની ખરાબી, અપચાને લીધે મોઢામાંથી વાસ આવતી હોય તો દરરોજ નિયમિત 10 ગ્રામ મુનક્કા ખાવા જોઈએ.
  • સવારે લીમડોનું દાતણ સૌથી ઉત્તમ છે. દાતણ કરવાથી દાંત મજબૂત તથા નિરોગી બને છે. મુખ સાફ રહે છે અને વાસ પણ નથી આવતી.
  • એલચી અને ફુદીનાના પાન ચાવવાથી પણ મુખની દુર્ગંધથી છુટકારો મળે છે.
  • એક કપ પાણીમાં અડધી ચમચી જીરૂં 2-3 મિનિટ ઉકાળી આ પાણીથી કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
  • દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવું.
  • દાડમની છાલને પાણીમાં ઉકાળી તે પાણીથી કોગળા કરવાથી આ સમસ્યા દૂર થશે.
  • દિવસમાં એક વખત સરસિયાંના તેલમાં થોડું મીઠું નાખી દાંત તથા પેઢાંની માલિશ કરવી. ધ્યાન રાખવું લાર થૂકતા રહેવું. તેનાથી મુખ એકદમ સ્વસ્થ થઈ જાય છે.
  • તુલસીના ચાર પાન દરરોજ ખાયને તેની ઉપર પાણી પીવાથી પણ મુખની દુર્ગંધ દૂર થઈ જાય છે.
  • એક લવિંગ મુખમાં રાખીને ચૂસવાથી લાભ થાય છે.
  • જમ્યા પછી બંને સમયે અડધી ચમચી વરિયાળી ચાવવાથી અમુક દિવસમાં જ મોંમાંથી આવતી આવતી દૂર થઈ જાય છે અને પાચન ક્રિયા પણ સારી થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો