હરસ-મસાની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે જ કરો આ દેશી ઉપચાર, ઓપરેશન વિના જ દૂર થઈ જશે તકલીફ

અત્યારે ચોમાસુ અને ઉનાળો એમ ડબલ સીધન ચાલી રહી છે. એવામાં ઘણાં લોકોને પેટ સંબંધી સમસ્યાઓ વધવાને કારણે પાઈલ્સ એટલે કે હરસ-મસાની સમસ્યા પણ વધે છે. તેના માટે દેશી ઉપાય જાણો.

જો પાઈલ્સનો પ્રોબ્લેમ હોય તો ઘરે જ કરો ઈલાજ
પાઇલ્સ અથવા હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે. જે અસહ્ય હોય છે.

આ કારણથી થાય છે પાઈલ્સ
ખાનપાન અને લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોને પાઇલ્સની પ્રોબ્લેમ થાય છે, પરંતુ તેની પાછળ વારસાગત કારણો પણ હોય શકે છે. બેઠાડું જીવન, તીખું-તળેલું વધુ પ્રમાણમાં ખાવું અને ખાસ કરીને કબજિયાતની તકલીફ રહેતી હોય એવા લોકોને પાઈલ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.

હરસ-મસા શું છે?
મસા સામાન્ય રીતે ત્વચા પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, પરંતુ જે ગુદાના છિદ્ર પર કે નળીમાં થાય છે તેને પાઈલ્સ કહેવાય છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવના દાણા જેટલા નાના હોય છે, તો કોઈ બદામ જેટલા મોટા. કોઈ ગોળ હોય છે, તો કોઈ લાંબા. મસાના ફૂલી જવાથી મળમાર્ગ અવરોધાય છે, જેથી મસાના રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે તથા દુખાવો થાય છે, છોલાય જાય છે અને લોહી પણ નીકળે છે.

પાઈલ્સ માટેના ઉપાય
એલોવેરાનો ફ્રેશ જેલ કાઢી તેને પાઈલ્સ પર રોજ લગાવવાથી ફાયદો થાય છે. મસા દુખતા નથી અને બળતરામાં આરામ મળી રહે છે. શરૂઆતના સ્ટેજમાં આ તકલીફ થાય અને આ ઉપાય રોજ કરશો તો આ સમસ્યા વધશે નહીં.

કબજિયાત પાઈલ્સ થવાનું એક મોટું કારણ હોવાથી તેને કંટ્રોલમાં રાખવા રોજ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું. જેથી પેટ સાફ થઈ જાય.

રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હીંગ મિક્સ કરીને પીવાથી પણ ડાઈજેશન સારું રહે છે અને પાઈલ્સમાં રાહત મળે છે.

દરરોજ બે-ત્રણ કલાકે એક મોટી ચમચી કાચી વરીયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે.

દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે.
રોજ સવારે 1 ચમચી કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ-મસામાં ફાયદો થાય છે.

ચણા બરાબર દેશી કપૂર કેળા સાથે મિક્સ કરીને ખાઓ. આનાથી પાઈલ્સ બેસી જાય છે અને દુખતા નથી.

નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાઉડર મિક્સ કરીને લેવો. આનાથી પેટ સાફ રહે છે અને પાઈલ્સની સમસ્યા પણ દૂર થાય છે.

પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્સ કરીને પીવો. આનાથી ઘણો આરામ મળે છે.

પાઈલ્સ પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર-પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. મસા મટી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો