પેટમાં થતા કૃમિથી પરેશાન છો તો અપનાવી લો અસરકારક ઘરેલૂ ઉપાયો, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

શરીરમાં હાઈજિનની ખામીના કારણે પેટમાં કૃમિ થાય છે, પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયનો મદદથી તેનાથી રાહત મેળવી શકાય છે.

ઘરેલૂ ઉપાયોથી મળી રહે છે મોટી રાહત

પેટમાં કીડા કે કૃમિ થવા એ સામાન્ય વાત છે. નાના બાળકો અને ગ્રોઈંગ એજના બાળકોને સૌથી વધારે નુકસાન કરે છે. આ કારણે બાળકોનો વિકાસ રોકાઈ જાય છે. શરીરના અનેક ન્યૂટ્રિશિયન ધીરે ધીરે ખતમ થી જાય છે. પેટમાં કૃમિ થવાનું કારણ હાઈજિનની ખામી હોય છે. રમતી સમયે માટીના સંપર્કમાં આવવાથી બાળકો સરળતાથી તેનો શિકાર બની જાય છે. તેના લક્ષણ પણ સામાન્ય હોય છે તેને ધ્યાનમાં રાખીને બાળકોને તેનાથી દૂર રાખી શકાય છે.

આ છે કૃમિના લક્ષણો

  • પેટમાં કીડા થાય તો બાળકો અને મોટા બંનેના મોઢામાંથી સૂતી સમયે લાળ ટપકે છે.
  • જે બાળકોના પેટમાં કીડા કે કૃમિ થાય છે તેના ચહેરા પર રોનક ઘટવા લાગે છે અને સ્કીન મુરઝાવવા લાગે છે.
  • હોઠ અને દાંત બંનેની સફેદી વધે છે અને સાથે હોઠની સાઈડમાં સ્કીન સૂકાવવા લાગે છે.
  • બાળકોના પેટમાં કીડા હોવાની સમસ્યા વધે છે તો તેમના પ્રાઈવેટ પાર્ટ પર બહારના ભાગમાં ખંજવાળ અને બળતરાની ફરિયાદ હોઈ શકે છે.

આ છે પેટના કૃમિમાં રાહત મેળવવાના ઘરેલૂ ઉપાયો

  • જ્યારે પણ ભોજન કરાય ત્યારે સૌ પહેલાં અડધી ચમચી અજમો પાણી સાથે ગળી જાઓ. આવું દિવસમાં 2 વાર અને 4 દિવસ સુધી કરો. આ સાથે ગળી વસ્તુઓથી તેમને દૂર રાખો. તો પણ આરામ ન મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો.
  • તવી પર જીરાને શેકી લો. તેને અડધી ચમચી લો અને ગોળ સાથે ચાવી લો. તમે જીરા પાવડર પણ બનાવી શકો છો. તમને 5-6 દિવસમાં આરામ મળી જશે.
  • તુલસીના પાનનું સેવન કે તુલસીનો અર્ક લેવાથી પણ પેટના કીડા મરી જાય છે.
  • એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.
  • સતત લવિંગ ખાઓ. તેનું ઈયુજિનોલ પેટના કીડાને અને તેના ઈંડાને પણ નષ્ટ કરે છે.
  • નારિયેળ તેલનું સેવન પણ પેટમાં કીડાની સમસ્યાને ખતમ કરે છે. એક-બે ચમચી નારિયેળ તેલ ભોજનમાં સામેલ કરો.
  • સવારે ખાલી પેટે 4-5 કાચા લસણની કળી ખાઈ લો. તેનું એલિસિન અને અજોએન પેટના કીડાને મારી દે છે.
  • બાળકોના પેટમાં જો કીડાના લક્ષણ છે તો તરત જ ડોકટરનો સંપર્ક કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો