ઠંડીમાં ખુબજ ગુણકારી છે ગાજર બીટનો જ્યુસ, શિયાળામાં કરો ભરપુર સેવન, જાણો અને શેર કરો
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શાકમાર્કેટમાં અલગ અલગ ભાજી અને શાક આવવા લાગ્યા છે. દરેકના ઘરે હાલ જ્યુસ,સુપ અને શિયાળુ વસાણાઓ બનવા લાગ્યા છે. આ વખતે કોરોનાકાળ વચ્ચે દરેક પરિવારના સભ્યની વિશેષ કાળજી લેવી જોઇએ.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તૈયાર જ્યુસના બદલે તાજો ફળો અને શાકભાજીનો જ્યુસ પીવાથી ખુબજ ફાયદો થશે આજે આપણે ફટાફટ બનતો ગાજર અને બીટનો જ્યુસ બનાવીશુ. વિટામીન સીથી ભરપુર જ્યુસ એનર્જી આપશે. ઠંડીમાં આ જ્યુસ ખુબજ લાભકારી છે.
ગાજર બીટનો જ્યુસ બનાવવા જોશે સામગ્રી
- 3 ગાજર ,
- એક બીટ ,
- આદુનો એક મોટો ટુકડો
- લીંબૂ , સંચળ , મરી
- અડધો કપ પાણી
ગાજર બીટનો જ્યુસ બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ ગાજર અને બીટને સારા પાણીથી ધોઇ લો. હવે તેને છોલીને નાના નાના ટુકડા કરો. એક મિક્સરના જારમાં ગાજર અને બીટના ટુકડાને પાણી અને લીંબૂ નાખી પીસી લો. પેસ્ટને ગળણીથી ગળીને જ્યુસ કાઢી લો. સ્વાદ વધારવા તમે સંચળ મરી નાંખી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..