મોંમા ચાંદા પડી ગયા છે? તો અજમાવો દાદીમાંના આ અસરદાર નુસખા, અચૂક મળશે રાહત
મોંમા ચાંદા પડવાની (Mouth ulcer) સમસ્યા સામાન્ય છે પરંતુ આ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે. મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ જાય તો બહુ બળે છે. હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી (Acidity), હર્પીસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન બીની કમી, અપચો, મોં આવી જવુ આ બધાને કારણે મોંમા ચાંદા પડી જાય છે. આની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર (home made remedy) જોઇએ જે આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ, આવા કેટલાક દાદીમાનાં ઉપાયો આજે જાણીએ.
મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો. ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા ગાયબ થઇ જશે.
મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવાવ માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો.
સવારે ઉઠતાની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુંનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.
થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં 3-4 વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.
ઉકળતા પાણીમાં અડધા વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી બેથી ત્રણ વાર દિવસમાં કોગળા કરશો તો તાત્કાલિક રાહત મળશે.
હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરાવતી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.
1 કપ પાણીમાં 2 મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી 1 મિનિટ સુધી કોગળા કરો
લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ નીકાળી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. 2-3 દિવસમાં રાહત મળી જશે
એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો કે તેને ખાઈ પણ શકાય.થોડાક દિવસમાં ચાંદાથી પણ છૂટકારો મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..