બનાસકાંઠામાં ગઢ-મડાણા રોડ ઉપર મોડી રાત્રે બેફામ બનેલી ઈકો કારે સાત રાહદારીઓને અડફેટે લીધા, બે યુવકોનાં મોત
બનાસકાંઠામાં (banasknatha news) ગઢ- મડાણા રોડ પર મોડી રાત્રે બેફામ બનેલા એક ઇકો કારના ચાલકે સાત (eco car accident) જેટલા રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોના કરૂણ મોત (two boy died in Accident) નિપજ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ મડાણા રોડ પર મોડી રાત્રે ઇકો કારના ચાલકે બેફામ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પર રાહદારીઓને અલગ-અલગ ત્રણ જગ્યાએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ કારનો ચાલક ગાડી મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ગઢ અને પાલનપુરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નરસિંહ સોલંકી સહિત બે યુવકોના સારવાર દરમિયાન કરુંણ મોત થયા હતા. બનાવ અંગે ગઢ પોલીસે ઇકો કારના ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ એક અન્ય અકસ્માત બન્યો હતો. જેની વાત કરીએ તો રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે મંગળવારની રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ એક ઇકો કાર ઊભી હતી. જે ઇકો કારમાં સવાર બે જેટલા પુરુષો ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા. આ સમય દરમિયાન મહિલાઓ અંદર કારમાં બેઠી હતી. તે જ વખતે એક ટ્રક કંટેનર પુરપાટ ઝડપે પાછળથી ઘસી આવ્યું હતું.
જેને ઇકો કારને 25 ફૂટ દૂર સુધી ધકેલી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ લોકોએ ટ્રક કંટેનર ચાલકને પોતાના સકંજામાં પણ લીધો હતો. અકસ્માતમાં કચ્છના માંડવીના અમૃતબેન નાથાણી નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કે સરલાબેન ગોર હિતેન ભાઈ ચાવડા ધર્મેશ ભાઈ ચારિયા સંદીપભાઈ મેંદપરા સહિતના લોકોને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ માંડવીથી કાર ભાડે કરીને સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ગયા હતા. મંગળવારે રાત્રે વીરપુર દર્શન કરી તેઓ માંડવી પર જઈ રહ્યા હતા. આ સમયે તેમને ગૌરીદડ પાસે અકસ્માત નડયો હતો. ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા કન્ટેનર ચાલક રવિન્દ્ર કુમાર પાલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..