અનિદ્રાથી પીડાતા લોકો માટે કામની ખબર: સુતા પહેલા છાતી પર રાખી દેજો આ ચીજ, ગાઢ ઊંઘ આવી જશે, જાણો અને શેર કરો

સુતા પહેલા છાતી પર 15 મિનિટ બર્ફ રાખવાથી ઘસઘસાટ ઊંઘી આવી જાય છે તેવો નુસખો ડોક્ટર એલન મેન્ડલે આપ્યો છે.

ડૉ. એલન મેન્ડેલ આપ્યો આ નુસખો
અનિદ્રા આજના સમયની મોટી સમસ્યા છે. તણાવ, ચિંતા અને કાર્યસ્થળ અને તેમના અંગત જીવન વચ્ચે સંતુલન ન હોવાને કારણે ઘણા લોકોની રાત કાળી બની રહેતી હોય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ થાકી જાય છે, તેને વધુ ગુસ્સો આવવા લાગે છે, તે પરેશાન થવા લાગે છે. આ માટે લોકો ડોક્ટરોને બતાવે છે, વિવિધ પ્રકારની થેરાપી લે છે. પરંતુ હાલમાં જ એક ડોક્ટરે જણાવ્યું કે છાતી પર બરફ રાખવાથી તમને સારી ઊંઘ આવી શકે છે.

15 મિનિટ માટે છાતી પર આઈસ પેક રાખો
ડૉ. એલન મેન્ડેલ, તેમના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો વચ્ચે વીડિયો શેર કરતા રહે છે. તેની ચેનલનું નામ છે મોટિવેશનલ ડોક, આમાં તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે બરફ કેવી રીતે આપણને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. તે કહે છે કે એક પેકેટમાં બરફ નાખીને સૂતા પહેલા તેને છાતી પર રાખો. એલન સમજાવે છે કે આ આઈસ પેક છાતીની વચ્ચે રાખવાનો છે. તેમણે લોકોને સલાહ આપી કે તેને કોઈ કપડાથી બાંધીને અથવા પેકેટમાં નાખીને પછી તેને છાતી પર રાખો.

બરફ શરીરની વેગસ નર્વ સક્રિય કરે છે જે ગાઢ નિંદ્રા લાવે છે
એલન મેન્ડેલ કહે છે કે છાતી પર બરફ રાખવાથી આપણા શરીરની વેગસ નર્વ સક્રિય થાય છે. સૌ પ્રથમ તે તમને શાંત કરે છે. શરીરમાંથી તણાવ ઓછો થાય છે, તણાવ ઓછો અનુભવ્યા પછી આપમેળે ઊંઘ આવવા લાગે છે. તો તમે પણ આ અજમાવી શકો છો. આપણા શરીરમાં રહેલી વેગસ નર્વનો સીધો સંબંધ આપણી ઊંઘ અને નર્વસ સિસ્ટમ સાથે છે. જો આપણે તેને આરામ આપીએ અને સારી ઊંઘ આવવાની શક્યતા વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો