કેનેડાના ડૉકટરે કરી કમાલ, 1 જ વેન્ટિલેટરથી નવ લોકોને જીવતદાન! વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા ઓને આપી નવી આશા
કેનેડાના ડૉક્ટર એલન ગોથિયરના આઈડિયાએ વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા અમેરિકાને નવી આશા આપી છે. એલને એક વેન્ટિલેટરમાં કેટલાક સામાન્ય ફેરફાર કરીને તેને નવ દર્દી માટે ઉપયોગ લાયક બનાવી લોકોને જીવતદાન આપવાની કોશિષ કરી છે. આ માટે તેમણે ડેટ્રોઈટના બે ડૉક્ટરનો વીડિયો જોયો, જે 2006માં આવો પ્રયોગ કરી ચૂક્યા હતા. ડૉ. એલન ઓન્ટારિયોની પર્થ એન્ડ સ્મિથ્સ ફૉલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ છે. તેમના આ આઈડિયાને બિલિયોનેર અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે પણ વખાણ્યો છે.
એલનના સાથી એલન ડ્રમમાઉન્ડે આ અનોખા વેન્ટિલેટરની તસવીર ટિ્વટ કરીને શેર કરી હતી, જેને દુનિયાભરના નિષ્ણાતોએ વખાણી છે. તેમણે એલનને ‘એવિલ જિનિયસ’ જેવું હુલામણું નામ આપ્યું છે. અત્યાર સુધી તેમના ટિ્વટરને 69 હજાર લાઈક્સ મળી છે, જ્યારે 15 હજારથી વધુ વાર તે રિટિ્વટ થઈ છે.
So in ten minutes the evil genius who is one of our GP anaesthetists (with a PhD in diaphragmatic mechanics) increased our rural hospitals ventilator capacity from one to nine!!! pic.twitter.com/yNmuCCDbWd
— alan drummond (@alandrummond2) March 17, 2020
કેનેડિયન મીડિયાના અહેવાલો પ્રમાણે, ડૉ. એલને એક જ વેન્ટિલેટરમાં એકથી વધુ હોઝ પાઈપ્સ લગાવ્યા છે, જે એક કમ્પ્યુટરથી ઓપરેટ થાય છે. તેમાં પ્રેશર રેગ્યુલેટર પણ એક જ છે. આ સાથે તેમણે એવા દર્દીઓને એકસાથે જોડ્યા, જેમનાં ફેફસાં એકસમાન આકાર અને ક્ષમતાના હતાં. આવું એટલે કર્યું કારણ કે આ મશીન તમામ દર્દીઓ માટે એક સરખું કામ કરે. ડૉ. એલને કહ્યું કે અમારી પાસે વેન્ટિલેટરની અછત હતી અને અત્યારે તેની ખૂબ જરરૂ છે. એક સમયે અમે લાચાર હતા. મેં પ્રયાસ કર્યો અને સફળ થયો. હવે દર્દીઓને રાહત મળતા મને પણ સારું લાગી રહ્યું છે અને આ મશીન ખર્ચાળ પણ નથી. આ વેન્ટિલેટર બનાવવામાં માંડ થોડા ડૉલરનો ખર્ચ થાય છે.
તેનાથી વિશ્વને ઘણી રાહત મળશે. ડૉ. એલન ડાયફ્રાગ્મેટિક મશીનરીના નિષ્ણાત છે. આ અંગે તેઓ કહે છે કે 2017માં લાસ વેગાસમાં શૂટઆઉટનો શિકાર થયેલા લોકોની સારવાર માટે મેં આ જ વિકલ્પ અપનાવ્યો હતો. એલનના જુગાડને તેમની હોસ્પિટલના સાથી ડૉક્ટરોએ પણ વખાણ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલના બે કેમ્પમાં પણ આ વેન્ટિલેટર સેટ કર્યા છે.
અમેરિકાની હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછત
અમેરિકાની ગ્રામીણ હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછત હોય છે. એક અનુમાન પ્રમાણે, હાલ ફક્ત 1,70,000 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે, જ્યારે જરૂર 7,42,000ની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..