કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક છે આયુર્વેદિક ઔષધિ જેઠીમધ? જાણો ગુજરાતના વૈજ્ઞાનિકોએ શું કહ્યું
જો તમે તમારા દાદી કે નાનીને પૂછશો તો તે તમને જણાવશે કે લિકરિસનો પાવડર, કે જેને ગુજરાતીમાં જેઠીમધ, હિંદીમાં મુલેઠી અને સંસ્કૃતમાં યષ્ટિમધુ તરીકે ઓળખવામાં આવે છે તેને મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે કેવી રીતે ગળામાં ખરાશને દૂર કરે છે અને ઈમ્યૂનિટી બૂસ્ટ કરે છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ના વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે, જેઠીમઠ કોવિડ-19 સામે પણ વ્યક્તિને લડવામાં મદદ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
GBRCના જોઈન્ટ ડિરેક્ટર ડો. માધવી જોશીએ ‘રિપર્પસિંગ એન્ડ વેલિડેશન ઓફ ફાઈટોકેમિકલ્સ એન્ડ આઉર્વેદિક ફોર્મ્યુલેશન ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ કોવિડ 19’ ટાઈટલ હેઠળ રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, જેઠીમધમાંથી મળતા લિક્વિરિટિન એસિડ, આલ્કોહોલિક એસિડ અને ગ્લોબ્રોલાઈડમાં બાઈડિંગ સ્કોર -11.6 હોય છે અને 16થી વધુ કોવિડ-19 પ્રોટીનની સાથે તે શરીર સાથે જોડાય છે અને અસર કરે છે.
હાલમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા યોજાયેલા વેબિનારમાં આ તારણોની ચર્ચા કરવામાં આવી હતી. કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા GBRCના વૈજ્ઞાનિકોએ 16 કોવિડ-19 પ્રોટીનની સાથે અલગ-અલગ આયુર્વેદિક ઉપાયોનું બાઈન્ડિંગ કર્યું હતું. જેમાં, સૌથી વધુ સ્કોર જેઠીમધમાંથી મળી આવ્યા હતા. તેનો મૂળભૂત અર્થ એ છે કે જેઠીમધ કોવિડ-19 પ્રોટીને બાંધવામાં અને શરીરને વાયરસના સંપર્કમાં આવતા અટકાવવામાં સૌથી અસરકારક છે.
‘જેઠીમધમાં રહેલા લિક્વિરિટિન એસિડ, આલ્કોહોલિક એસિડ અને ગ્લોબ્રોલાઈડનો સરેરાશ બાઈન્ડિંગ સ્કોર -11.6 અને તેનાથી વધારે હોય છે. જે સૌથી ઊંચો છે’, તેમ ડો. જોશીએ કહ્યું હતું.
પ્રોટીન સાથે બાંધવા માટે સંશોધનકર્તાઓએ હરડે, આંબળા અને ધતૂરાના ઉચ્ચ સ્તર પર પણ ધ્યાન દોર્યું હતું.
GBRCના ડિરેક્ટર પ્રોફેસર ચૈતન્ય જોશીએ જણાવ્યું હતું કે, તેમણે વધુ વેલિડેશન માટે પરિણામને અલગ-અલગ નેશનલ પ્લેટફોર્મના સંશોધનકર્તાઓ સાથે શેર કર્યા છે. ‘તેને માન્ય કરવા માટે તેઓ ટ્રાયલ હાથ ધરી શકે છે’, તેમ તેમણે કહ્યું. નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે, તે કોવિડ-19 માટેનો વૈકલ્પિક ઉપચાર નથી. વ્યક્તિએ એલોપેથિક સારવારનું પાલન કરવું જોઈએ.
આયુર્વેદિક પ્રૅક્ટિશનર વૈદ્ય ભવદીપ ગણાત્રાએ કહ્યું કે, આયુર્વેદમાં જેઠીમધ અને આંબળા જેવી ઔષધિઓને રસાયણ તરીકે ઓળખવામાં આવે છે, જે શરીરની વિવિધ પ્રણાલીને શુદ્ધ કરે છે અને વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends…