જમ્મુ-કાશ્મીરમાં બસ ઊંડી ખાઈમાં ખાબકી પડતા 33 યાત્રીઓના કરુણ મોત, 22 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. એક્સિડન્ટમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ડેપ્યૂટી કમિશ્નર અંગ્રેજ સિંહ રાણાએ જણાવ્યું કે, ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ કેશવાનથી કિશ્તવાડ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો છે.

જમ્મુના આઈજીપીના એમક સિન્હાના જણાવ્યા પ્રમાણે બસમાં અંદાજે 55 લોકો મુસાફરી કરી રહ્યા હતા. એક્સિડન્ટ સિર્ગવાડી પાસે સોમવારે સવારે અંદાજે 7.30 વાગે થયો હતો. ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.

20 મૃતદેહ મળી આવ્યા

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેશવાનથી કિશ્તવાડ જઇ રહેલી બસ સવારે લગભગ સાડા સાત વાગ્યે સિરગવારીની પાસે એક ખીણમાં ખાબકી છે. જમ્મૂના પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ એમ.કે. મિશ્રાએ જણાવ્યું કે, 20 યાત્રીઓના મૃતદેહ મળી આવ્યા છે.

પોલીસ અધિકારીઓએ પહેલા 24 લોકોના મોત થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે બચાવ કાર્ય હજુ ચાલી રહ્યું છે.

બીજી બાજુ હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં સોમવારે સવારે સ્કૂલ બસ પહાડથી નીચે પડી હતી. એક્સિડન્ટ લોવર ખલિની પહાડી વિસ્તારમાં થયો હતો. આ એક્સિડન્ટમાં બે વિદ્યાર્થી અને ડ્રાઈવરનું મોત થયું છે. ચાર બાળકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો