બુલડોઝર ફેરવવું હોય તો ભાજપ હેડકવાર્ટસ પર ફેરવોઃ મનીષ સિસોદીયા
દિલ્હીમાં રામનવમીના દિવસે જહાંગીરપુરીમાં જે હિંસા ભડકી અને હિંસક અથડામણો થઇ તેનો ઉકેલ શોધવાને બદલે રાજકારણ વધારે ગરમાઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપ પર આરોપો લગાવી રહી છે અને ભાજપ આમ આદમી પાર્ટી પર આરોપો લગાવી રહ્યું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ જ દેશમાં રમખાણ કરાવી રહી છે. ભાજપે જ રોહિંગ્યાઓને વસાવ્યા છે. સિસોદીયાએ કહ્યું કે, દેશમાં ગુંડાગીરી રોકવા માટે ભાજપ હેડક્વાર્ટર પર જ બુલડોઝર ચલાવવું જોઇએ.
ડેપ્યુટી CM મનીષ સિસોદીયાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ક્યારેય રોજગાર આપવા, મોંઘવારી ઘટાડવાની વાત કરતી નથી. પાર્ટી માત્ર ગુંડાગીરીની જ વાત કરતી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ ક્યાં તો પોતે ગુંડાગીરી કરે છે અથવા સ્ટેજ પર ઊભા રહીને ગુંડાઓ અને લફંગાઓને માન આપે છે. તેમણે કહ્યું કે, જો દેશમાં આ અરાજકતાને રોકવી હોય તો સીધો રસ્તો બીજેપી હેડક્વાર્ટર પર બુલડોઝર ચલાવી દેવું જોઇએ.
મનીષ સિસોદીયાએ આગળ બોલતા કહ્યું હતું કે, ભાજપ 8 વર્ષમાં સૌથી વધારે રોહિંગ્યાઓને અલગ અલગ વિસ્તારોમાં વસાવ્યા છે. તેમણે કહ્યું કે, હું આજે પાર્ટીને બે સવાલ પૂછવા માંગુ છું. સૌથી પહેલા ભાજપે આજે જવાબ આપવો જોઈએ કે, છેલ્લાં 8 વર્ષમાં કેટલા રોહિંગ્યા, બાંગ્લાદેશીઓ દેશના અલગ-અલગ ભાગોમાં સ્થાયી થયા છે અને શા માટે? ભાજપે આજે પોતાનો હિસાબ આપવો જોઈએ અને જો તેમની પાસે ડેટા નથી તો તેમણે ડૂબી મરવું જોઇએ.
મનીષ સિસોદિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ પોતે જ સમગ્ર દેશમાં રોહિંગ્યાઓને સ્થાયી કરે છે અને પછી તેમની સાથે પૂર્વ-સ્ક્રીપ્ટેડ રીતે રમખાણોનું આયોજન કરાવે છે. તેમણે કહ્યું કે 20 એપ્રિલ, 2022ના રોજ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાનું નાટક કરવામાં આવ્યું. MCDએ પોતે જ છેલ્લાં 15 વર્ષમાં શા માટે બાંધકામ કરાવ્યું? પાર્ટીએ જવાબ આપવો જોઈએ કે ભાજપના કયા નેતાઓએ કેટલા પૈસા ખાઈને આ ગેરકાયદે બાંધકામો કરાવ્યા? મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ બાંધકામો તોડવાની સાથે તે બીજેપી નેતાઓના ઘરો પણ તોડી નાંખવા જોઈએ, જેમણે તેને બચાવવાનું કામ કર્યું, જેમની મિલીભગત અને કાર્યકાળમાં આ બાંધકામો થયા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..