ગુજરાતની આ ભેંસ છેલ્લા 10 વર્ષથી રોજ આપે છે દૂધ
જૂનાગઢ: સામાન્ય રીતે કોઈ પણ દુધ આપતું પશુ અમુક ચોક્કસ સમયગાળા બાદ દુધ આપવાનું બંધ કરી દેતી હોય છે. જોકે ગામડાઓમાં ઘણા કિસ્સા એવા સામે આવતા હોય છે જે લોકોને આશ્ચર્યમાં મુકી દેતા હોય છે. ત્યારે આવો જ આશ્ચર્યમાં મુકે તેવો કિસ્સો મેંદરડા તાલુકાના બાબર તીર્થ ગામના સામાન્ય ખેડૂતની ભેંસ છેલ્લા 10 વર્ષથી સતત દુધ આપી રહી છે. અને આ વાત ગામના લોકો માટે આશ્ચર્યનું કારણ બની રહી છે.
આ અંગે બાબર તીર્થમાં રહેતા નાનજીભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ ભેંસ 10 થી 11 મહિના દુધ આપ્યા પછી ગરમીમાં આવે એને ફલીત કરવવી પડે ત્યારબાદ એની પ્રેગ્નેન્સીનાં છેલ્લા તબક્કામાં તે 3 થી 4 મહિના દુધ આપતી નથી હોતી, અથવા સાવ ઓછું આપતી હોય છે.
ત્યારપછી પાડરડાને જન્મ આપ્યા બાદ ફરીથી દુધ આપે છે. જોકે આ ભેંસની આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા 10 વર્ષ દરમિયાન આ ભેંસને ફલિત કરવામાં આવી નથી અને તેમ છતાં પણ સતત 10 વર્ષથી તે દુધ આપી રહી છે. આ ભેંસના દુધની તપાસ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. જેમાં સામાન્ય દુધ કરતા કોઈપણ જાતનો ફેરફાર જોવા મળ્યો ન હતો અને સામાન્ય દુધ જેવા જ ઘટકો જોવા મળ્યા હતા . તેમજ આ દુધની વિશેષતા એ છે કે આ દુધ સામાન્ય તાપમાનમાં 2 દિવસ સુધી બગડતુુ નથી. હાલ આ ભેંસ દિવસના 1 થી બે લીટર દુધ આપે છે અને અમે આ દુધને વેચાણ કરતા નથી.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.