BSFના ડે.કમાન્ડન્ટના ઘરમાંથી એટલી સંપત્તિ મળી કે સૌ કોઈ ચોંકી ગયાં, રૂ.14 કરોડ રોકડા, BMW, મર્સીડીઝ જેવી 7 કાર…
હરિયાણાના ગુરુગ્રામમાં BSFના ડેપ્યુટી કમાન્ડન્ટના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડીને અઢળક સંપત્તિ મળી આવી હોવાનો એક રીપોર્ટમાંથી ખુલાસો થયો છે. આ દરોડામાં તેના ઘરેથી અત્યાર સુધીમાં રૂ.1 કરોડ રૂપિયાના ઘરેણા, રૂ.14 કરોડની કેશ મળી આવી છે. એવો પણ આરોપ છે કે માનેસરમાં NSGમાં પોસ્ટિંગ દરમિયાન તેણે ટેન્ડર મેળવવાના નામે ડેપ્યુટી કમાન્ડન્ટ તરફથી લોકોને રૂ.125 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.
IPS ઓફિસર હોવાનો ઢોંગ કરીને આ શખ્સે લોકોને લૂંટ્યા. BSFમાં તૈનાત ડેપ્યુટી કમાન્ડન્ટના ઘરેથી આટલી સંપત્તિ મળતા અન્ય અધિકારીઓ પણ ચોંકી ગયા છે. અધિકારીઓને કરોડો રૂપિયાની રોકડના બંડલ ગણવા માટે ઘણા કલાકો લાગ્યા હતા. ગણતરી કર્યા બાદ જાણવા મળ્યું કે, આ તો કુલ 14 કરોડ રૂપિયાની કેશ છે. આ સાથે 1 કરોડથી વધુની કિંમતના દાગીના પણ મળી આવ્યા છે. ડેપ્યુટી કમાન્ડન્ટના ઘરેથી મર્સિડીઝ અને BMW જેવી કાર તથા અન્ય 7 મોંઘી કાર પણ મળી આવી છે. આ તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. આ કારની કિંમત પણ કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.
ગુરુગ્રામ પોલીસમાં ક્રાઈમબ્રાંચ ACP પ્રીતપાલ સિંહે જણાવ્યું કે પોલીસે ડેપ્યુટી કમાન્ડન્ટ પ્રવીણ યાદવ, તેની પત્ની મમતા યાદવ, બહેન રિતુ અને એક સાથીદારની ધરપકડ કરી છે. પ્રવીણ યાદવે ઘણા લોકો સાથે રૂ.125 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી છે. જ્યારે તે માનેસરમાં NSGમાં ડેપ્યુટેશન પર પોસ્ટ પર હતો ત્યારે તેણે આ છેતરપિંડી કરી હતી. IPS ઓફિસર તરીકે ઓળખાણ આપીને તેણે NSGમાં બાંધકામ સંબંધિત કોન્ટ્રાક્ટ અપાવવાના નામે કોન્ટ્રાક્ટરો પાસેથી કરોડો રૂપિયાની લાંચ લીધી હતી. તેણે છેતરપિંડીની આખી રકમ NSGના નામે નકલી ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધી હતી.
આ ખાતું પ્રવીણની બહેન રિતુ યાદવે ખોલાવ્યું હતું.જે એક્સિસ બેંકમાં મેનેજર પોસ્ટ પર છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવીણ યાદવને શેરબજારમાં રૂ.60 લાખનું નુકસાન થયું હતું. તે નુકસાનને પહોંચી વળવા તેણે છેતરપિંડીની આવી ગેમ રમી નાંખી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવીણની પોસ્ટિંગ હાલના દિવસોમાં અગરતલામાં હતી. પરંતુ તેણે એટલા પૈસા કમાઈ લીધા હતા કે થોડા દિવસો પહેલા તેણે એક રાજીનામું લખી નાંખ્યું. જે હવે સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં 200 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..