ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, ગાંધીધામમાંથી પાકિસ્તાનને ગુપ્ત જાણકારી મોકલતાં BSF જવાનની ધરપકડ
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ગાંધીધામ યુનિટમાં ફરજ બજાવતા એક કૉન્સ્ટેબલ સજ્જાદ મોહમ્મદ ઈમ્તિયાઝને જાસૂસી કરવાના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સજ્જાજ મોહમ્મદ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ તાલુકાના સરૂલા ગામનો રહેવાશી છે. તેના પર ભારતના BSF જવાનોની તૈનાતી તેમજ અન્ય સંવેદનશીલ જાણકારી સરહદ પાર પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. વ્હોટ્સઅપની મદદથી સરહદ પાર જાણકારી મોકલનારા સજ્જાદની ભૂજ સ્થિત BSF હેડ ક્વાર્ટરમાંથી સોમવારે અટકાયત કરવામાં આવી છે.
સજ્જાદની 2012માં BSFમાં ભરતી થઈ હતી અને જુલાઈ 2021થી તે ગાંધીધામ સ્થિત 74 નંબરની બટાલિયનમાં એ કંપનીમાં ફરજ બજાવે છે. કચ્છની પહેલા સજ્જાદ ત્રિપુરામાં ફરજ બજાવી ચૂક્યો છે.
Gujarat: BSF constable Mohammad Sajjad held from Gandhinagar for allegedly passing sensitive information to Pakistan
"A resident of J&K's Rajouri, he went to Pakistan& stayed there for 46 days before joining BSF. He used to send information on WhatsApp," says ATS Dy SP BM Chavda pic.twitter.com/3sUQIoVoNy
— ANI (@ANI) October 25, 2021
ડિસેમ્બર-2011માં અટારી રેલવે સ્ટેશન પરથી સમજૌતા એક્સપ્રેસ થકી સજ્જાદ પાકિસ્તાન પણ જઈ આવ્યો હોવાનું માલૂમ પડ્યું છે. તે 1 ડિસેમ્બર, 2011થી 16 જાન્યુઆરી, 2012 સુધી 46 દિવસ પાકિસ્તાનમાં રોકાયો હતો. તેના પાસપોર્ટ અને સિમકાર્ડ મેળવવા માટે આપવામાં આવેલા ડૉક્યુમેન્ટમાં જન્મતારીખમાં પણ વિસંગતતા જોવા મળી છે.
સજ્જાદ અન્ય એક મોબાઈલ નંબરનો ઉપયોગ પણ કરતો હતો. જે સિમકાર્ડ ત્રિપુરાના ઈન્દ્રનગરના સત્યગોપાલ ઘોષના નામે લેવામાં આવ્યું છે. આ સિમકાર્ડ 7 નવેમ્બર, 2020ના એક્ટિવેટ થયું હતું અને 10 નવેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન બંધ રહ્યું હતું.
15 જાન્યુઆરી, 2021ના રોજ આ સિમકાર્ડ ફરીથી એક્ટિવ થયું અને તેમાં વ્હોટ્સઅપ એક્ટિવેટ કરવામાં આવ્યું અને તે પછી આ ફોન બંધ છે. જો કે આ સિમકાર્ડ પર વ્હોટ્સઅપને પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાતું હોવાની જાણકારી સામે આવી છે. આ નંબર પર હાલ પણ વ્હોટ્સઅપ ચાલુ છે અને તેને પાકિસ્તાનમાં કોઈ ઉપયોગ કરી રહ્યું છે. આ નંબર થકી જ સજ્જાદ સરહદ પાર પાકિસ્તાનમાં સંપર્ક સાધતો હતો.
ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સરહદ પાર પાકિસ્તાનમાં જાણકારી મોકલવા પર તેને મોટી રકમ મળતી હતી. આ રકમ સજ્જાદ ખુદના ખાતામાં નાંખવાની જગ્યાએ તેના ભાઈ વાજિદ અને તેની સાથે કામ કરનારા ઈકબાલ રશીદના ખાતામાં જમા કરાવતો હતો. હાલ આરોપી કૉન્સ્ટેબલ કેવા પ્રકારની જાણકારી મોકલી છે? તેના વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..