યુ-ટ્યૂબ પર નુસખો જોવો પડ્યો ભારે, પપૈયાના પાંદડાનો ઉકાળો પીતા ભાઈ-બહેનનું નિધન, ડોક્ટરોએ કહ્યું ઉકાળાથી મોત ના થઈ શકે, અન્ય કારણ હોય શકે
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢના જોઘોંમાં એક પ્રવાસી મહિલાના બે બાળકોના પપૈયાના પાંદડાનો ઉકાળો પીવાના કારણે મોત થઈ ગયા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ચંદીગઢમાં PGIમાં એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી છે. કહેવાના આવી રહ્યું છે કે બાળકોને થોડા સમય પહેલા તાવ હતો અને તેમણે યુ-ટ્યૂબ પર નુસખો જોઈને પપૈયાના પાંદડાનો ઉકાળો બનાવીને પીધો હતો. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
DSP નવદીપ સિંહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના બદયૂના ખજૂરિયા ગામના સ્વ. કિશનપાલની પત્ની રામદેવી છેલ્લા 7 વર્ષોથી જોઘોંમાં રહીને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહી હતી. મહિલાનો એક પુત્ર અને બે પુત્રીઓ હતી. તેમાંથી એક પુત્રી અને પુત્રનું મોત થઈ ગયું છે, જ્યારે બીજી પુત્રી PGIમાં એડમિટ છે જેની સારવાર ચાલી રહી છે. પ્રવાસી મહિલાના કથિત ભત્રીજા સચિને જણાવ્યું હતું કે બાળકોને થોડા સમય પહેલા તાવ હતો અને તેમણે યુ-ટ્યૂબ પર તેની સારવાર માટે પપૈયાના પાંદડાનો ઉકાળો બનાવીને પીવાનો નુસખો જોયો હતો.
યુ-ટ્યૂબ પર પપૈયાના પાંદડાનો નુસખો જોયા બાદ આ બાળકો પણ પપૈયાના પાંદડા લાવ્યા અને કુટીને ઉકાળો બનાવીને પી લીધો. ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ. ત્રણેયને નાલાગઢ હૉસ્પિટલે લઈ જવામાં આવી રહ્યા હતા કે શિવાની (ઉંમર 10 વર્ષ)નું રસ્તામાં જ મોત થઈ ગયું. તેના ભાઈ સચિન (ઉંમર 18 વર્ષ) અને બહેન ખૂશબુ (ઉંમર 14 વર્ષ)ને બેહોશીની હાલતમાં PGI રેફર કરી દેવામાં આવ્યા. PGIમાં સારવાર દરમિયાન સચિનનું પણ મોત થઈ ગયું, જ્યારે ખૂશબુની હાલત ગંભીર હોવાની કહેવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં સુગરની બીમારીના કારણે મહિલના પતિ કિશનપાલનું મોત થઈ ગયું હતું.
શિવાનીનો અંતિમ સંસ્કાર જોઘોંમાં કરી દેવામાં આવ્યો, જ્યારે પુત્ર સચિનું શવ PGIથી લાવીને પૉસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવશે. પૉસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે બાળકોના મોતનું કારણ શું છે. બીજી તરફ BMO નાલાગઢ કે.ડી. જસ્સલે જણાવ્યું હતું કે પપૈયાના પાંદડાનો ઉકાળો પીવાથી મોત નહીં થઈ શકે. ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે પપૈયાના પાંદડા પર ઝેરીલા કેમિકલ હોય શકે છે. આ પાંદડા ધોયા વિના ઉકાળો બનાવીને પીવાથી તબિયત બગડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..