રાજકોટની કરૂણાંતિકા: માતાની નજર સામે જ બે સગા ભાઈ-બહેનના ચેક ડેમમાં ડૂબી જવાથી મોત

રાજકોટ જીલ્લાના હડાળા ગામે (Hadala village) બે જુડવા બહેનના ચેકડેમમાં ડૂબી જવાના કારણે માતાની નજર સમક્ષ જ મૃત્યુ નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ (Rajkot) જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પાણીમાં ડૂબી જવાના કારણે બે સગા ભાઈ બહેનના મૃત્યુ (Brother Sister Death) નિપજયા હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે શ્રમિક પરિવાર દ્વારા પોલીસ (Rajkot Police)ને પણ જાણ કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે મનુભાઈ સખીયાની વાડી પાસે ઝુંપડું બાંધીને રહેતા તેમજ છૂટક મજૂરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની બટાસિંગ દાવરની 12 વર્ષીય પુત્રી તેમજ 9 વર્ષીય પુત્રનું પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતકોના પરિવારજનો દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ એકઠા થયેલા ગ્રામજનો દ્વારા બાળકોના મૃતદેહને પાણીના ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ સમગ્ર બનાવ અંગે પરિવાર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ બંને મૃતક બાળકોના પોસ્ટમોર્ટમ પણ કરવામાં ન આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલાની જ્યારે તાલુકા પોલીસને જાણ થઈ ત્યારે મૃતક બાળકોના પાર્થિવ દેહને લઈ તેમના માતા-પિતા વતન જવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે મૃતક બાળકોની માતા એ દસ દિવસ પહેલાં જ જોડીયા સંતાનો ને જન્મ આપ્યો હતો. આમ 4 સંતાનોના હસતા ખેલતા પરિવારમાં અચાનક બે બાળકોના મૃત્યુ નિપજતા શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ગઇકાલે રાજકોટ જિલ્લાના હડાળા ચેકડેમમાં ડૂબી જવાના કારણે બંને જુડવા બહેનોનુ માતાની નજર સમક્ષ જ મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે એક જ પરિવાર માંથી બે બે અર્થીઓ એક સાથે ઊઠતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો