મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણકુમારનું નિધન, 74 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ, ઘણા સમયથી કરોડરજ્જુની બીમારી હતી
સ્વર કોકિલા કહેવાતા લતા મંગેશકરની વિદાઇનો માત્ર એક જ દિવસ થયો છે અને બોલિવુડ જગત માટે બીજા માઠા સમાચાર આવ્યા છે. બી.આર. ચોપડાની સીરિયલ મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવનાર એક્ટર પ્રવીણ કુમાર સોબતીનું નિધન થઈ ગયું છે. પ્રવીણ કુમાર 74 વર્ષના હતા. તેઓ પોતાના વિશાળ કદ, કાઠી માટે જાણીતા હતા. તેમણે ઘણી બોલિવુડ ફિલ્મોમાં વિલેનની ભૂમિકા ભજવી હતી. સાઢા 6 ફૂટની ઊંચાઈ ધરાવતા એક્ટર અને ખેલાડી પંજાબના રહેવાસી હતા. એક્ટિંગમાં આવવા પહેલા પ્રવીણ કુમાર હેમર અને થ્રો એથલીટ હતા.
તેઓ એશિયન રમતોમાં 4 મેડલ (2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) જીતી ચૂક્યા હતા. તેમણે બે ઓલિમ્પિક રમતો (1968 મેક્સિકો રમતો અને વર્ષ 1972 મ્યૂનિખ રમતો)માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમને અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતના કારણે જ પ્રવીણ કુમારને સીમા સુરક્ષા બળ (BSF)માં ડેપ્યુટી કમેન્ડેન્ટની નોકરી મળી હતી. ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ્સમાં સફળ કરિયર બાદ પ્રવીણ કુમારે 70ના દશકના અંતમાં મનોરંજનની દુનિયામાં પગ મૂક્યો હતો.
એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રવીણ કુમારે પોતાની પહેલી બોલિવુડ ફિલ્મ સાઇન કર્યાને યાદ કરતા કહ્યું હતું કે તેઓ એક ટૂર્નામેન્ટ માટે કાશ્મીરમાં હતા. તેમની પહેલી ભૂમિકા રવિકાંત નાગાઇચની ડિરેક્શનમાં બની હતી જેમાં તેમનો કોઈ ડાયલોગ નહોતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રવીણ કુમારે એક અખબાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ ઘણા સમયથી ઘરમાં જ છે. તબિયત સારી રહેતી નથી અને ખાવામાં પણ થોડો પ્રોબ્લેમ છે. સ્પાઇનસ પ્રોબ્લેમ છે. ઘરમાં પત્ની વીણા, પ્રવીણ કુમારની દેખરેખ રાખે છે. એક દીકરીના મુંબઇમાં લગ્ન થઈ ચૂક્યા છે.
પેશનને લઈને પ્રવીણ કુમારે કહ્યું હતું કે પંજાબની જેટલી પણ સરકાર આવી બધી સરકારોને તેમની ફરિયાદ હતી. જેટલા પણ એશિયન ગેમ્સ કે મેડલ જીતનારા પ્લેયર્સ હતા એ બધાને પેન્શન આપવામાં આવ્યું પરંતુ તેમને વંચિત રાખવામાં આવ્યા જ્યારે સૌથી વધારે ગોલ્ડ મેડલ તેઓ જીત્યા. તેઓ એકમાત્ર એથલીટ હતા જેમણે કોમનવેલ્થને રિપ્રેઝન્ટ કરી છતા પણ પેઆન્શનની બાબતે તેમની સાથે જૂદો વ્યવહાર થયો હતો. જોકે અત્યારે તેમને BSF તરફથી પેન્શન મળી રહ્યું હતું. તેઓ પોતાના જીવનના છેલ્લા તબક્કામાં આર્થિક સંકડામણથી પસાર થઈ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..