જીવલેણ કેન્સરથી પીડાતી મહિલાને ડોક્ટર્સે કહ્યું- થોડાં મહિના જ બાકી છે, ત્યાર બાદ એક મિત્રની સલાહથી થઇ ગયો ચમત્કાર
સ્કોટલેન્ડમાં રહેનારી એક મહિલા છેલ્લાં કેટલાંક વર્ષોથી જાનલેવા બ્રેઇન ટ્યૂમરથી પરેશાન હતી. તેના ઇલાજની દરેક કોશિશ અસફળ રહ્યા બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, તેનું ઠીક થવું મુશ્કેલ છે. પરંતુ ત્યાર બાદ મહિલાના એક મિત્રએ તેને એક એવો નુસ્ખો જણાવ્યો હતો. ત્યાર બાદ મહિલાની લાઇફમાં ચમત્કાર થઇ ગયો હતો. મહિલાનો દાવો છે કે, કૈનાબિસ (ભાંગનો છોડ) તેલનો ઉપયોગ કર્યા બાદ તેનું ટ્યૂમર સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયું.
કીમોથેરેપી પણ અસફળ રહી હતીઃ-
– આ સ્ટોરી સ્કોટલેન્ડના સાઉથ લેનાર્કશાયરમાં રહેનારી 49 વર્ષની મહિલા લિન કૈમરનની છે, જેના માથામાં જીવલેણ બ્રેઇન ટ્યૂમર બની ગયું હતું.
– બીમારીની જાણ થતાં જ તેણે પોતાનો ઇલાજ કરાવવાનો શરૂ કરી દીધો હતો. ત્યાર બાદ તેણે અનેક ડોક્ટર્સને બતાવ્યું હતું. સાથે જ, તેણે એડવાન્સ કીમોથેરેપી અને રેડિયોથેરેપી પણ કરાવી હતી. પરંતુ એકપણ ઇલાજ કામ આવ્યો નહીં.
– જ્યારે કોઇપણ ઇલાજ તેના ટ્યૂમરની સાઇઝ ઘટાડી શક્યો નહીં. ત્યારે ડોક્ટર્સે સાફ જણાવી દીધું કે, હવે મહિલા થોડાં મહિના જ જીવી શકશે. આ વાતને સાંભળ્યા બાદ લિન અને તેનો પરિવાર દુઃખી થઇ ગયો હતો.
મિત્રોની સલાહ પર શરૂ કર્યો નવો ઇલાજઃ-
– ડોક્ટર્સનો જવાબ સાંભળ્યા બાદ પણ જીવવા માટે લિનની ઇચ્છા ઓછી થઇ નહીં અને તે પોતાનો ઇલાજ કરાવવા માટે અન્ય પદ્ધતિઓ અપનાવવા લાગી હતી. સાથે જ, તેણે પોતાનો ટાયટ પ્લાન પણ બદલી નાખ્યો હતો.
– આ દરમિયાન તેના એક મિત્રએ તેને ભાંગના છોડના તેલ વિશે જણાવ્યું, તેણે કહ્યું કે, આ તેલ ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેનો ઉપયોગ કરવાથી લિનનું બ્રેઇન ટ્યૂમર પણ ઠીક થઇ જશે.
– મિત્રો પાસેથી સલાહ મળ્યાં બાદ લિનને પહેલાં તો વિશ્વાસ થયો નહીં, પરંતુ આ છોડ અને તેના તેલ વિશે રિસર્ચ કર્યા બાદ તેણે મિત્રોની વાત પર વિશ્વાસ કરી કૈનાબિસના તેલથી ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી.
રિપોર્ટ જોઇને ડોક્ટર્સ શોક્ડ થઇ ગયાઃ-
– કૈનાબિસ ઓઇલથી ઇલાજ શરૂ કર્યાના થોડાં સપ્તાહ બાદ જ્યારે આ મહિલા પોતાનું ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી, ત્યારે પોતાની સ્કેન અને અન્ય ટેસ્ટની રિપોર્ટ જોઇને ડોક્ટર્સ શોક્ડ રહી ગયાં. રિપોર્ટ્સથી જાણવા મળ્યું કે, તેનું કેન્સર ઝડપથી ઠીક થઇ રહ્યું હતું.
– ત્યાર બાદ મહિલાએ જેટલાં પણ સ્કેન કરાવ્યાં, દરેક વખતે રિપોર્ટ છેલ્લાં ટેસ્ટની સરખામણીમાં વધારે સારો આવ્યો હતો. તે સતત ઇમ્પ્રૂવ કરી રહી હતી. મહિલાનું કહેવું હતું કે, ‘મારી માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે કે, આ ઉપાય મારા બ્રેઇન કેન્સરને સંપૂર્ણ રીતે ઠીક કરી દેશે’
– હવે લિન પોતાનુ ઉદાહરણ આપતાં લોકોને એલર્ટ કરી રહી છે કે, કીમોથેરેપી અને રેડિયોથેરેપીથી ટ્યૂમર પર વધારે અસર થતો નથી. કૈનાબિસ ઓઇટ ટ્રીટમેન્ટ શરૂ કરાવ્યાં બાદ તેણે 6MRI સ્કેન કરાવ્યાં હતાં, જેનાથી જાણવા મળ્યું કે, તે હવે સંપૂર્ણ રીતે કેન્સર ફ્રી થઇ ચૂકી છે.