સુરતમાં ગેંગવોર: ખૂના કા બદલા ખૂન! રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા ‘પપિયા’ની હત્યા કરી ખાડીમાં ફેંકી દીધો, ભાવસિંગ ગેંગે લીધો બદલો
સુરતમાં અસામાજિક તત્વોની ગેંગો માથું ઉચકી રહી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીકલીગરની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા એક યુવકને અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં પોલીસને મળી આવી હતી. જોકે પોલીસે (police) આ મામલે તપાસ શરૂ કરતા ભૂતકાળમાં થયેલી હત્યા ને લઈને બદલો લેવા માટે આ યુવકની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી ગયો છે. સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સતત સુરતમાં કરતા હોય છે. ત્યારે વધુ એક હત્યા કરાયેલી લાશ ગતરોજ પાંડેસરા વિસ્તારના પ્રેમનગર ખાડીમાંથી મળી આવતા પોલીસ દોડતી થઇ હતી જો કે મરનાર યુવક સુરતના ઉધના વિસ્તારમાં રહેતો સચિન ગોપાલ પાટીલ ઉર્ફે પપિયા હોવાનું સામે આવ્યું હતું.
મરનાર સચિન પાટીલ છેલ્લા કેટલાક સમયથી ઉધના વિસ્તારમાં રહેતો અને સૂર્યા મરાઠી ની હત્યા કેસમાં સંડોવાયેલા રાહુલ એપાર્ટમેન્ટ ગેગમાં સાથે ફરતો હતો રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ દ્વારા થોડા સમય પહેલા જગ્યા વિસ્તારમાં રહેતા ચીકલીગરની ભાવસિંગ ગેંગના એક સભ્ય ની રાહુલ એપારમેન્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી આથી આ ભાવસિંગ ગેંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ સાથે પપીયો ઉર્ફે સચિન પાટીલને ગતરોજ ગુજરાતી આરતી સાઈબાબા મંદિર પાસેથી તેનું રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું.
અને તેને અજાણી જગ્યા પર લઈ જઈ પહેલા લાકડીના ફટકા વડે ઢોર માર મારી તેની હત્યા કરી તેની લાશને ઉધનાની પ્રેમનગર ખાડીમાં ફેંકી દીધી હોવાની વિગતો પોલીસ પાસે આવી હતી.જોકે આ વિગત અને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે મોડી રાત્રે ભાવસિંગ ગેગના બે મોહનસીંગ અને કાલુસીંગને પકડી પાડયા છે. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ પોતાની બહેનના એક યુવકની હત્યાનો બદલો લેવા માટે હત્યા કરાઇ હોવાનું કબુલાત કરી હતી.
જેને લઇ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે છેલ્લા લાંબા સમયથી સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપારમેન્ટ ગેંગનો દિવસેને દિવસે આતંક વધી રહ્યો છે. જ્યારે ઉધના વિસ્તારમાં લોકો પર ઘાતક હુમલા કરવા સાથે હત્યાની અને ઘટનાઓને અંજામ આપી ચૂકયા છે.
ત્યારે પોલીસ હવે રાહુલ એપાર્ટમેન્ટ જૈન વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવી પડશે નહીં તો આ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર ફાટી નિકળે તેવી દહેશતને લઇને લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..