અમદાવાદમાં બૂટલેગરો બન્યા બેફામ, પોલીસ કર્મીને દોડાવી-દોડાવીને ફટકાર્યા, જીવલેણ હુમલાનો વીડિયો વાયરલ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા બુટલેગરનો દારૂની બિન્દાસ્ત હેરાફેરીનો વીડિયો વાયરલ થયો હતો. હવે વૉન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો થયો હોવાનો બનાવ બન્યો છે. જેને લઇને નરોડા પોલીસે 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં વૉન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાંક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ હેડ કૉન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 3 પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા.

બાતમી વાળી સંભવિત જગ્યાએ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ-અલગ જગ્યાએથી જઈ રહ્યા હતા, ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાંક વાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

જો કે તેણે બૂમાબૂમ કરતા તેના 3 ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી જઈને આ નરોડા પોલીસ વાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી. અવાર-નવાર રેડો કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10 થી 12 લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસને દોડાવી દોડવીને માર માર્યો હતો. જો કે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સુરેશ પોલીસકર્મી બીજા અન્ય પોલીસ સ્ટેશન પોલીસકર્મી લઈ જતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેને લઈ ઉચ્ચ અધિકારી તપાસ સોંપવામાં આવી છે.

આ સમગ્ર ઘટનામાં મારમારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોપી પક્ષના વકીલે આક્ષેપ કર્યા છે કે, નરોડા પોલીસ સિવાયના પોલીસકર્મીઓ ઘરમાં ઘુસી અસભ્ય વર્તન કર્યું હતું. જેને લઈ પોલીસ કમિશનરને રજૂઆત કરીશું. જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અલગ-અલગ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો