ફ્લેટ ખરીદતા પહેલા સાવધાન! ચેક કરી લેજો કે રેરા એપ્રૂવલ મળેલું છે કે નહીં, શિવાલિક ગ્રૂપને 10 લાખનો દંડ

શિવાલિક પરમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી ( શિવાલિક ગ્રૂપ) દ્વારા તેના પ્રોજેક્ટમાં ફેરફાર કર્યા બાદ, ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી મેળવ્યા વગર ફ્લેટનુ વેચાણ કરતાં, રેરાએ શિવાલિક ગ્રૂપને રૃ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે.

રેરાએ હુકમ કર્યો છે કે, શિવાલિક ગ્રૂપે ૧૫ દિવસમાં આ દંડ ભરી દેવો. રેરાના ધ્યાન પર આવ્યું હતુ કે, આઈઆઈએમએ રોડ પર રહેલા શિવાલિક શારદા હાર્મની પ્રોજેક્ટમાં બિલ્ડરે ફેરફાર કર્યા બાદ, રેરાની મંજૂરી મેળવી ન હતી અને ૨૮ ફ્લેટ વેચાણ માટે બુક કર્યા હતા. જેમાંથી, ૨૨ યુનિટ એવા હતા કે, પ્રોજેક્ટમાં ફેરફારની મંજૂરી મેળવ્યા પહેલા જ વેચાણ માટે બુક કરાયા હતા. જ્યારે ૧૬ યુનિટ એવા હતા કે, જેમાં બુકિંગ સમયે ૧૦ ટકાથી વધુ વેચાણ કિંમત લેવાઈ હતી. આ મુદ્દે, રેરાએ સુઓમોટો લઈને બિલ્ડરને નોટિસ પાઠવેલી.

બિલ્ડરે રેરા સમક્ષ રજૂઆત કરી હતી કે, ‘૧૯ જૂન, ૨૦૨૦ના રોજ ઓથોરિટીએ જે મૂળ પ્રોજેક્ટને મંજૂર કર્યો હતો. તેના ૨૨ યુનિટ વેચાણ માટે બુક કરાયેલા છે. બુકિંગ સમયે લેવાયેલા પૈસા સંદર્ભે બિલ્ડરની રજૂઆત હતી કે, ૧૧ યુનિટ માટે વેચાણ માટેનો કરાર થયેલા જેમાં, ૩ યુનિટની પ્રક્રિયા ચાલુ હતી, બાદમાં તેમાંથી બે યુનિટના કરાર થયા હતા. આ ઉપરાંત, અન્ય બે યુનિટના બુકિંગ રદ થયેલા છે.’

જો કે, રેરાએ બિલ્ડરની આ વાતને સ્વીકારી નથી. આ પ્રોજેક્ટમાં કુલ ૨૭૯ યુનિટ છે. બિલ્ડરે પહેલા એ અને બી બ્લોક કોર્મિશયલ હેતુ માટે નોંધાવ્યા હતા. જો કે, બાદમાં તેમાં ફેરફાર કરીને તેને ડેવલપ કરાયા હતા. આ વાત રેરાના ધ્યાન પર આવી હતી. રેરાની કલમ ૩(૧) મુજબ બિલ્ડર રેરા સમક્ષ પ્રોજેક્ટ નોંધાવ્યા પહેલા યુનિટનું બુકિંગ કરી શકે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો